રિલીઝ થતા જ છવાઈ ગયું પવનદીપ-અરુણિતાનું સોન્ગ

27

હિમેશ રેશમિયાએ લખેલું અને કમ્પોઝ કરેલું પવનદીપ રાજન અને અરુણિતાનું વધુ એક સોન્ગ રિલીઝ થયું છે. ’હિમેશ કે દિલ સે’ આલ્બમમાં ’ઓ સૈયોની’ ટાઈટલ ધરાવતું સોન્ગ હાલ ધૂમ મચાવી રહ્યું છે. પવનદીપ અને અરુણિતાએ ગાયેલું આ ગીત એક દિવસ પહેલા જ રિલીઝ થયું છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન આઈડલ ૧૨ દરમિયાન પવનદીપ અને અરુણિતાએ હિમેશ રેશમિયાના આલ્બમમાં બે સોન્ગ ગાયા હતા અને તે હિટ પણ રહ્યા હતા. હિમેશ રેશમિયાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સોન્ગની ઝલક શેર કરતો એક વીડિયો શેર કર્યો છે. જેની સાથે તેણે લખ્યું છે ’હરોળમાં ૯ બ્લોકબસ્ટર હિટ સોન્ગ બાદ અમારું આગામી સુપર ફન ટ્રેક ’ઓ સૈયોની’ જેને મેં લખ્યું છે અને કમ્પોઝ કર્યું છે, તેમજ ટેલેન્ટેડ પવનદીપ રાજન-અરુણિતા કાંજીલાલે ગાયું છે તે રિલીઝ થઈ ગયું છે. આ સોન્ગને પણ તમારો પ્રેમ આપજો. હિમેશ રેશમિયાએ પવનદીપ અને અરુણિતા સાથે ત્રીજીવાર કોલાબરેશન કર્યું છે. પોતાના આલ્બમ ’હિમેશ કે દિલ સે’ વિશે વાત કરતાં હિમેશ રેશમિયાએ જણાવ્યું હતું કે, ’આ આલ્બમનું ફોકસ મેલોડી, સિંગરના અવાજ અને વાઈબ પર છે. મને ખાતરી છે કે મ્યૂઝિક લવર્સ તેના પ્રેમમાં પડી જશે. ફેન્સ આ આલ્બમ પાસેથી શું અપેક્ષા રાખી શકે છે તેના વિશે પણ સિંગરે વાત કરી હતી. તેણે કહ્યું હતુ કે ’તેની ટ્યૂન રીચ હશે અને રાગ પર આધારિત હશે. પરંતુ સામાન્ય લોકો સમજી શકે તેવી હશે. સોન્ગ સાંભળીને લોકોના રિએક્શન શું આવે છે તેના પર પણ મારું ધ્યાન રહેશે. પવનદીપના વાત કરીએ તો, તે ઈન્ડિયન આઈડલ ૧૨નો વિનર બન્યો હતો. તેને ટ્રોફીની સાથે-સાથે ૨૫ લાખ રૂપિયા અને એક નવી નક્કોર કાર મળી હતી. તો શન્મુખપ્રિયા શોની ફર્સ્‌ટ રનર અપ બની હતી. હાલ બંને એક મ્યૂઝિક સીરીઝમાં પણ વ્યસ્ત છે, જેમાં તેમના ૨૦ સોન્ગ છે.