ધંધુકા શહેર અને ગામોમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ને લઈને ધારાસભ્ય રાજેશ ગોહિલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ઘટતું કરવા પત્ર પાઠવી રજૂઆત કરી

34

ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કથળી છે ત્યારે આ અંગે ઘટતું કરવા ધંધુકા 59 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષદભાઈ સંઘવીને પત્ર પાઠવી ઘટતું કરવા જણાવ્યું હોવાનું આધારભૂત રીતે જાણવા મળ્યું છે. 59 ધંધૂકા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા ગૃહ મંત્રી હર્ષદભાઈ સંઘવીને એવા મતલબની રજૂઆત કરી હતી કે ધંધુકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાતની ઘરફોડ ચોરીના બનાવો , લૂંટના બનાવો , મંદિરમાં ચોરીના બનાવો તથા અન્ય અસામાજીક તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો છે . છેલ્લા ઘણાં સમયથી બાઈક ચોરી તથા ઘરફોડ ચોરીના બનાવો ખૂબ જ વધવા પામ્યા છે . ધંધુકા શહેરના બજારમાં રાત્રિના સમયે દુકાનોના શટર તૂટી રહ્યા છે . ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પોતાની માલમિલ્કત બચાવવી ખૂબ જ મુશ્કેલ બની છે . ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી ગઈ છે . આવા સમયે પ્રજાની અને પ્રજાની માલમિલ્કતની રક્ષા કરવાની જવાબદારી પોલીસ તંત્રની છે , પરંતુ આવા બનાવો રોકવામાં અને ચોરીના ગુનાઓ ઉકેલવામાં ધંધુકા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે . આ બાબત ને ગંભીરતાથી ધ્યાને લઈ , આપની કક્ષાએથી જરૂરી તપાસ કરાવી , ધંધુકા શહેર અને ગ્રામ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપની કક્ષાએથી જરૂરી કાર્યવાહી સત્વરે કરાવવા ધારાસભ્ય રાજેશ ગોહિલ ગૃહ મંત્રી હર્ષદભાઈ સંઘવીને પત્રમાં લખી જણાવ્યું હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે
તસવીર-વિપુલ લુહાર