પાળીયાદ શ્રી વિહળાનાથ ના દર્શને સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ થી સંતો પધાર્યા

54

સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી ( ગુરુજી ) તેમજ સંપ્રદાયના સંતો અને હરિભકતો સાથે પાળીયાદ જગ્યામાં પધાર્યા
આજરોજ તારીખ ૧૫-૧૨-૨૦૨૧ ને બુધવાર ના રોજ બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ પ્રસિધ્ધ દેહણ જગ્યા પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા મા પરમ પૂજ્ય શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શને સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ થી સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી ( ગુરુજી ) તેમજ સંપ્રદાયના સૌ સંતો અને હરિભકતો પધાર્યા ત્યારબાદ પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે પૂજ્ય શ્રી વિસામણ બાપુના જન્મ સ્થળ જૂના ઓરડા ના દર્શન કરી જગ્યા ની આધુનિક બણકલ ગૌશાળા અશ્વશાળા અને કૈલાશ બંગલો ની મુલાકાત લઈ જગ્યાની સ્વચ્છતા તેમજ મેનેજમેન્ટ જોઈ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો અને ગુરુજી દ્વારા પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા ને ખાસ રાજીપા નો સંદેશો આપેલ હતો..
તસવીર-વિપુલ લુહાર