દિલ્હી ખાતે યોજાનાર 26 જાન્યુઆરી પરેડમાં ભાવનગર સરકારી ઇજનેરી કૉલેજની વિદ્યાર્થીની પસંદગી કરાઈ

126

સમગ્ર ગુજરાતમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારની પસંદગી
સરકારી ઈજનેરી કોલેજમાં ઇલેકટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશન વિદ્યાશાખાના 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી તથા NSS સાથે જોડાયેલ વોલેટિયર્સ વૈદેહી મકવાણાની પસંદગી NSS વેસ્ટ ઝોન તરફથી જલગાવ-મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ પ્રિ-રિપબ્લિક ડે પરેડમાં યોજાઈ હતી.જેમાં તેમની પસંદગી આગામી 26 જાન્યુઆરી 2022 ના રોજ રાજપથ દિલ્હી ખાતે યોજાનાર રિપબ્લિક ડે પરેડમાં પસંદગી કરાઈ છે, દિલ્હી ખાતે યોજાનાર પરેડમાં ભાગ લેવા વેસ્ટઝોન NSS તરફથી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ)માંથી 2 અને સમગ્ર ગુજરાતમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારની પસંદગી થયેલ છે, આમ, ભાવનગર શહેર સહિત સંસ્થાનું ગૌરવ વધારેલ છે. આ નિમિતે સંસ્થાના આચાર્ય ડૉ.જી.પી.વડોદરિયા તેમજ NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.હિમાંશુ શ્રીવાસ્તવએ જરૂરી પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપલબ્ધી અન્વયે કોલેજના સર્વ અધ્યાપકોએ વૈદેહીને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleરાણપુર તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ૩૪૦ કર્મચારીઓ ફરજ બજાવશે..
Next articleશાકભાજીના ભાવ આસમાને : પેટ્રોલ-ડીઝલ કરતા શાકભાજી મોંઘા !