રાણપુર તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ૩૪૦ કર્મચારીઓ ફરજ બજાવશે..

100

મોડલ સ્કુલ ખાતે મામલતદાર આર.આર.કપુર તથા નાયબ મામલતદાર બી.પી.રાણાની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ
આગામી ૧૯ ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર છે જેની તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કિનારા ત્રણ રસ્તે આવેલ મોડલ સ્કુલ ખાતે રાણપુર તાલુકા ની ૨૭ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અંગે તથા તમામ સ્ટાફના ચૂંટણીમાં ફરજ નિભાવનાર તમામ વિભાગના કર્મચારીઓની મિટિંગ યોજાઈ હતી.

જેમાં ચૂંટણી કામગીરી અંગે જરૂરી સુચના આપવામાં આવી હતી જેમાં રાણપુર તાલુકામાં ૨૭ ગામોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં ૮૫ પ્રિસાઈડીંગ અધિકારી,૮૫ પોલીંગ અધિકારી,૮૫ મહિલા પોલીંગ અધિકારી,૮૫ આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ અધિકારી મળી કુલ ૩૪૦ જેટલા કર્મચારીઓનો સ્ટાફ ચૂંટણી ની કામગીરીમાં ફરજ બજાવશે.રાણપુરના કીનારા ત્રણ રસ્તે આવેલ મોડલ સ્કૂલ ખાતે મીટીંગ યોજવામાં આવી હતી. રાણપુર મામલતદાર આર.આર કપૂર તેમજ નાયબ મામલતદાર બી.પી.રાણા સહિતના અધિકારીઓની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજાઇ હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleઆણંદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરિષદ કાર્યક્રમનું ભાવનગરમાં જીવંત પ્રસારણ કરાયું, વડાપ્રધાને વર્ચ્યુઅલ રીતે સમગ્ર દેશનું માર્ગદર્શન કર્યું
Next articleદિલ્હી ખાતે યોજાનાર 26 જાન્યુઆરી પરેડમાં ભાવનગર સરકારી ઇજનેરી કૉલેજની વિદ્યાર્થીની પસંદગી કરાઈ