GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

136

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૮. ‘જયભેદ’ શબ્દનો સમાસ ઓળખાવો.
– તત્પુરૂષ
૩૯. ‘ચાર આંખો થવી ’ – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
– ઈર્ષા થવી
૪૦. ખોટી જોડણી શોધો – એકત્રીત
૪૧. જે ક્રિયાપદો કર્મ સાથે વાકયમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?
– સકર્મક ક્રિયાપદ
૪ર. ‘દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે.’ – અલંકાર ઓળખાવો.
– વ્યતિરેક
૪૩. નીચેનામાથી કયો શબ્દ ‘ઈશ્વર’નો પર્યાય નથી ?
– આકાંક્ષા
૪૪. ‘ચેતન’- વિરૂદ્ધાર્થી શબ્દ આપો.
– જડ
૪પ. ‘આભ-જમીન એક કર્યા’ નો અર્થ જણાવો. ભગીરથ પ્રયાસ કર્યો
૪૬. ‘ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે.’ – અલંકાર ઓળખાવો.
– રૂપક
૪૭. ‘માતાપિતા’ શબ્દનો સમાસ જણાવો.
– દ્વન્દ્વ
૪૮. ‘પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી.’ – વાકયનો પ્રકાર કયો ?
– વિધાન વાકય
૪૯. ‘મિત્રોએ નવલકથા ટેબલ પર મુકી’ – ક્રિયાવિશેષણ જણાવો.
– સ્થળવાચક
પ૦. ‘અવાજ વગરનું’ શબ્દસમુહ માટે એક શબ્દ આપો.
– નીરવ
પ૧. ‘તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં.’ – કૃદંત ઓળખાવો.
– સંબંધક ભુતકૃદંત
પર. રૂઢિપ્રયોગનો અર્થ લખો – ‘શરિર લેવાવું’
– શરીર સુકાવું
પ૩. સમાસ ઓળખાવો : ‘દશાનન’
– બહુવ્રીહિ
પ૪. સંધિ લખો : ‘સુકિત’
– સુ + ઉકિત
પપ. નીેચના પૈકી વિરોધી અર્થવાળુ જોડકુ કયુ નથી ?
– અથ-આરંભ
પ૬. નિપાત લખો : ‘હવે તમને મટી ગયુ ને’ ?
– ને
પ૭. કહેવતનો અર્થ લખો : ‘ભેંસ આગળ ભાગવત’
– અણસમજુને ઉપદેશ નકામો હોય છે.
પ૮. અલંકાર ઓળખાવો : ‘તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો’
– ઉપમા
પ૯. સમાસ ઓળખાવો : ‘સત્યવાદી’
– દ્વિગુ
૬૦. આપેલ વાકયમાંથી વિશેષણ શોધો ‘તેણે જુનો નકશો ટીંગાડયો હતો ?’
– જુનો
૬૧. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
– દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વન્દ્વ
૬ર. શબ્દમસુહ માટે એક શબ્દ લખો ‘શિવને અર્પણ થયેલુ હોય તે ’
– શિવનિર્માલ્ય
૬૩. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : ‘અમે કબીરવડ જોવા ગયા’
– વ્યકિતવાચક
૬૪. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
– વાલ્મીકિ
૬પ. આપેલા વાકયમાંથી વિશેષણ શોધો ‘દિપક લાલ શરબત પીતો હતો.’
– લાલ
૬૬. છંદ ઓળખાવો : ધોળા વાળ ખરી જઈ ચળકતી માથે પડી તાલકી.
– શાર્દુલવિક્રીડિત
૬૭. વિરોધી અર્થવાળો શબ્દ લખો : ‘સ્તુતિ’
– નિંદા
૬૮. નિપાત લખો : ‘અભણ માણસના ઘરમાં પણ પુસ્તક હશે’
– પણ
૬૯. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
– મજજા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી

Previous articleટીમ ઈન્ડિયા દ.આફ્રિકાના પ્રવાસ માટે રવાના થઈ
Next articleબોગસ મતદાન રોકવા ઈલેક્શન કાર્ડને આધાર કાર્ડની સાથે જોડાશે