કુલગામ ખાતે સેનાએ બે આંતકવાદીઓને ઠાર કર્યા

74

કાશ્મીરમાં સેનાનું ઓપરેશન જારી : માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ૧ એકે રાઈફલ, ૩ મેગેઝિન અને બીજી કેટલીક વાંધાજનક સામગ્રીઓ મળી
નવી દિલ્હી, તા.૧૬
દ. કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની બાલા વિસ્તારમાં ગઈકાલે મોડી રાતથીચાલી રહેલી અથડામણમાં ગુરૂવાર સવાર સુધીમાં ૨ આતંકવાદીઓનો સફાયો કરીદેવામાં આવ્યો છે અને તેઓની ઓળખ કરવામાં આવી રહી છે. હજુ જવાનો મોરચા પર છેઅને અભિયાન ચાલુ છે. એપ્લસ કેટેગરીનો આ આતંકવાદી તે વિસ્તારમાં ૨૦૧૭ના વર્ષથી સક્રિય હતો અનેકેટલાંય ગુનાઓમાં સામેલ હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ૧ એકે રાઈફલ, ૩ મેગેઝિન અને બીજી કેટલીક વાંધાજનક સામગ્રીઓ મળી આવી છે. પોલીસે જણાવ્યુંકે, જિલ્લાના ઉજરામપથરી ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા મંગળવારે મોડી રાત્રે તે વિસ્તારને ઘેરીને સુરક્ષા દળો દ્વારા તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ઘેરોસખત હોવાના કારણે એક મકાનમાં છુપાયેલા આતંકવાદીએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સુરક્ષા દળોએ તેનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો હતો. એસઓપીનું પાલન કરીને આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે ઘણું કહેવામાં આવ્યું પરંતુ તેઓ જવાનો પર ફાયરિંગ કરતા રહ્યા. જવાબી કાર્યવાહીમાં શરૂ થયેલી અથડામણમાં તેમને મારવામાં સફળતા મળી છે. પોલીસનાજણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શોપિયાંના હેફ શિરમાલનારહેવાસી ફિરોઝ અહમદ ડાર તરીકે થઈ છે જે એ પ્લસ કેટેગરીનો આતંકવાદી હતો.હિઝબુલ મુઝાહિદ્દીનનો આ આતંકવાદી ૨૦૧૭થી સક્રિય હતો. આઈજી વિજય કુમારનાજણાવ્યા અનુસાર ફિરોઝને મારી નાખવામાં આવ્યો તે સુરક્ષા દળો માટે મોટીસફળતા છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૭૪ નવા કેસ નોંધાયા
Next articleનવા રંગોની ભાત: ‘ઝગમગ’