પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે સોમનાથ-રાજકોટ રેલખંડનું વાર્ષિક નિરીક્ષણ કર્યું

37

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે ભાવનગર ડિવિઝન પર સોમનાથ-રાજકોટ રેલખંડનું વાર્ષિક નિરીક્ષણ કર્યું. કંસલે સોમનાથ, વેરાવળ, જૂનાગઢ અને વિરપુર સ્ટેશનો પર ઉપલબ્ધ યાત્રિયોની સુવિધાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને સંબંધિત અધિકારીઓને નિર્દેશો આપ્યા. તેમના વાર્ષિક નિરીક્ષણ દરમિયાન, કંસલે રેલવે સુરક્ષા કમિશનર સાથે સોમનાથ અને જૂનાગઢમાં વૃક્ષારોપણ કર્યું. કંસલે વેરાવળના ગાર્ડ અને ડ્રાઇવરોના રનિંગ રૂમ અને લોબીનું નિરીક્ષણ કર્યું અને રનિંગ રૂમના સોલાર વોટર હીટર પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કર્યું. વેરાવળ કેરેજ અને વેગન ડેપો દ્વારા આયોજિત પ્રદર્શની નું મુલાકાત લીધી. તેમણે જૂનાગઢ અને વિરપુર સ્ટેશન પર રેલવે કોલોનીનું નિરીક્ષણ કર્યું. તેમણે જૂનાગઢના નવા રિનોવેટ થયેલા રેલવે ક્વાર્ટરની ચાવી રેલવે કર્મચારીઓને સૌંપી. તેમણે રાજભાષા સહિત વિવિધ વિભાગો દ્વારા આયોજિત પ્રદર્શની નું મુલાકાત લીધી. કંસલે જૂનાગઢ ખાતે સીસીટીવી સિસ્ટમ અને આરપીએફ બેરેકમાં ગ્રીડ કનેક્ટેડ સોલાર રૂફ ટોપ પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કર્યું. તેમણે કાર્મિક વિભાગ દ્વારા આયોજિત એચઆરએમએસ (ૐઇસ્જી) ના ઉપયોગ અને સંરક્ષા વિભાગ દ્વારા આયોજિત “સમપાર ફાટકોંને સુરક્ષિત રૂપે પાર કરવા” અંગે શેરી નોટકો નું અવલોકન કર્યું. તેમના વાર્ષિક નિરીક્ષણ દરમિયાન, શ્રી કંસલે નાના પુલ, મોટા પુલ અને વળાંકનું પણ નજીકથી નિરીક્ષણ કર્યું. કંસલે ગોંડલ અને રીબડા વચ્ચે સ્પીડ ટ્રાયલનું પણ નિરીક્ષણ કર્યું. જૂનાગઢ સ્ટેશન ખાતે કંસલ જૂનાગઢનાં માનનીય ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પીએ મનોજ જોશી અને પ્રાદેશિક રેલ ગ્રાહક સલાહકાર સમિતિના સભ્યો, મહાનુભાવો, વેપારી સંગઠનો, યાત્રી સંગઠનોં, માન્યતા પ્રાપ્ત વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ તથા પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને પણ મળ્યા.આ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયલ, હેડક્વાર્ટર મુંબઈના વિવિધ વિભાગોના મુખ્ય વડાઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.