આંતરકૉલેજ હેન્ડબોલ સ્પર્ધામાં શામળદાસ આર્ટસ કૉલેજ ચેમ્પિયન બની

22

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી,ભાવનગરના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને મહારાણી નંદકુવરબા મહિલા કૉલેજ,નિલમબાગ સૌપ્રથમવાર ભાઈઓ અને બહેનો હેન્ડબોલ આંતરકૉલેજ સ્પર્ધાનું નિલમબાગ ગ્રાઉન્ડ ખાતે આયોજન કર્યું છે. જેમાં ભાઈઓની કુલ-૮ કૉલેજનાં કુલ ૮૦ જેટલા ભાઈઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ ગોહિલ અને નેક નામદાર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે નેક નામદાર યુવરાજએ ખેલાડીઓને પ્રેરણા દાઇક વ્યકતવ્ય આપ્યું હતું. આ સ્પર્ધામાં શામળદાસ આર્ટસ કૉલેજ અને સરદાર પટેલ કૉલેજ ફાઇનલમાં રમાઈ હતી. જેમાં શામળદાસ કોલેજના ૩૦ પોઇન્ટ અને સરદાર પટેલ કૉલેજના ૨૦ પોઈન્ટ હતા,જેમાં શામળદાસ આર્ટસ કૉલેજ ૧૦ પોઈન્ટથી ચેમ્પિયન થઇ હતી. જ્યારે સરદાર પટેલ કૉલેજ રનર્સઅપ થઇ હતી. આ સ્પર્ધામાં એમ.કે.ભાવનગર યુનિવર્સિટીનાં કુલપતિ મહિપતસિંહ ચાવડા અને કુલસચિવ કૌશિકભાઈ ભટ્ટએ વિજેતા/રનર્સ અપ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધાના આયોજનમાં શારીરિક શિક્ષણ નિયામક ડૉ.દિલીપસિંહ ગોહિલ, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ પ્રિયંકાબા ગોહિલ, મહારાણી નંદકુંવરબા મહિલા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર વાસીની દેવીઅને સમગ્ર સ્ટાફ તેમજ મેઘરાજસિંહ ગોહિલ અને રામદેવસિંહ ગોહિલ ભારે જહેમત ઉઠાવી હતી