ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે ઍક્સેલ એક્સપ્રેશન સ્પર્ધાનો પ્રારંભ, જુદી-જુદી શાળાના 750 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે

42

સુગમ ગીત, લોકગીત, સમાચાર વાંચન, સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પર્ધા અને સામાન્ય જ્ઞાનની સ્પર્ધાઓ યોજાઈ
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે બે દિવસીય ઍક્સેલ એક્સપ્રેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો છે. સુમીટોમો કેમિકલ્સ દ્વારા તા.18 અને 19 ડિસેમ્બર બે દિવસ માટે શિશુવિહાર સંસ્થા ખાતે એક્સેલ એક્સપ્રેશન અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આજે તા.18 ડિસેમ્બરને શનિવારે સવારના સમયે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં સુગમ ગીત, લોકગીત, સમાચાર વાંચન, સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પર્ધા અને સામાન્ય જ્ઞાનની સ્પર્ધાઓ યોજાઈ હતી. જ્યારે આવતીકાલે બપોરના સમયે આ તમામ સ્પર્ધાઓ માધ્યમિક વિભાગ માટે યોજાશે. તા.19 ડિસેમ્બરને રવિવારે ગ્રુપ સોંગ, તત્કાલ ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા અને લોકનૃત્યની સ્પર્ધાઓ યોજાશે.

સુમીટોમો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંસ્થા ખાતે એક્સપ્રેસનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં બે દિવસ દરમિયાન જુદી-જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસ દરમિયાન 750 થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. શીશુવિહાર સંસ્થાના પટાંગણમાં ઍક્સેલ એક્સપ્રેશન 2021 અંતર્ગત જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ સુગમ ગીત માં 13, લોકગીતમાં 16, સમાચાર વાંચન 29 સ્પર્ધકો ભાગ લીધો હતી. જ્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી 18 ટીમોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સતિષ મહેતા, રોબર્ટ ફર્નાન્ડીઝ, પરેશ પાઠક, વનરાજસિંહ ચાવડા, ચેતન પરમારે ભારે જહેમત ઉઠાવી હતી