વીજ વાયરને અડી જતા ચિત્રા ફિલ્ટર ટાકી પાસે કડબ ભરેલું ટ્રેકટર ભડભડ સળગ્યું

25

PGVCની બેદરકારીના કારણે ૨૦ હજારનો પશુ ચારો બળીને ખાક
ભાવનગર શહેરના ચિત્રા-સિદસર રોડપર ફિલ્ટરની ટાંકી પાસે વીજ લાઈનના સંપર્કમાં આવતા સૂકી કડબ ભરેલું ટ્રેક્ટર સળગી જતાં ગરીબ ખેડૂતને રૂપિયા ૨૦ હજારની નુકશાની વેઠવી પડી છે.
સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ચિત્રા-સિદસર રોડપર ફિલ્ટરની ટાંકીથી ફૂલસર તરફ જવાનાં રોડપર ગોરધન મોહનભાઈ ચુડાસમા વાડી ધરાવે છે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ ગોરધનભાઈ એ ભાલ પંથકના મિઠાપર ગામેથી પોતાના પશુઓ માટે સુકી કડબનો જથ્થો ટ્રેક્ટર મારફતે મંગાવ્યો હતો આ જથ્થો ગોરધનભાઈ ની વાડીએ આવી રહ્યો હતો તે વેળાએ ફિલ્ટરની ટાંકી પાસે રોડપર તદ્દન ઓછી ઉંચાઈ લટકતા વિજવાયરના સંપર્કમાં કડબ આવતા સ્પાર્ક થતાં કડબના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી આથી ટ્રેક્ટર ચાલકે સમયસૂચકતા સાથે કડબ ભરેલ ટ્રેક્ટર ની ટ્રોલી ઉથલાવી રોડપર પશુચારાનો જથ્થો ઠલવી દેતાં મોટી જાનહાનિ ટળી હતી પરંતુ ગણતરીની મિનિટોમાં સૂકી કડબ બળીને રાખ થઈ ગઈ હતી આ પશુચારો સળગી જતાં ખેડૂતને રૂપિયા ૨૦ હજારની આર્થિક નુકશાની વેઠવી પડી છે આ અંગે ખેડૂતે પીજીવીસીએલ કચેરીએ ફરિયાદ કરતાં અધિકારીઓ એ તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છેકે આ રોડપર થી પસાર થતી વિજલાઈન અત્યંત જોખમી હાલતમાં હોય જેને યોગ્ય કરવા ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં બેદરકાર તંત્ર કોઈ જ પગલાં ન લેતાં ખેડૂતો માં ભારે રોષ ફેલાયો છે.