ગુજરાત = ગુઝાર એક રાત

114

કેહવાય છે કે માનવીને થાક લાગે ત્યારે વિસામો ખાવો તો એના ઘરમાં જ ગમે છે. ગુજરાતની ભૂમિ એટલે કે ત્યાગ અને વૈરાગ, મોજ અને મસ્તી, આસ્થા અને આશા, ભક્તિ અને ભ્રમણની, સત્ય અને સાધનાની કહીએ તો ૩૨ ગુણોથી સુશોભિત ભૂમિ. અહીં નદીઓ સાથે વાતો કરી શકો, વાદળો અને પહાડો સાથે રમી શકો અને લોકો સાથે રહીને માનવતા અને ભાઈચારાની લાગણી અનુભવી શકો. વતનથી દૂર જઈએ ત્યારેજ વતનની કિંમત તમને સમજાય છે અને તે સદંતર સત્ય છે. વતનની માટીથી વળગીને રેહવું એટલે કે માટીને માટીનું ઋણ ચૂકવવું.
સુરત થી લઈને સુરેન્દ્રનગર અને અમરેલીથી લઈને અમદાવાદ સુધી ગુજરાતની ભૂમિ પર અગણિત ભામાશા દ્વારા પોતાની સાથો સાથે આ ધરતીના પેટાળમાંથી લોકોની કુશળ કારીગીરી અને તેમની ઈચ્છાને પોતાના સ્વપ્ન સાથે જોડીને લોકોને ઉજાગર કર્યા. ગુજરાતની ભૂમિ પર અનેક મહાન સંત, કવિ અને ત્યાગી આત્માઓ થઇ ગયા જેને કારણે આજે પણ અહીંયા ભક્તિ અને ભાવનાની લહેર વહે છે અને શું નથી ગુજરાતમાં ફરવા માટે સૌરાષ્ટ્રની ધરા, દેવી દેવતાઓની અદભુત શક્તિ અને શાતાનો એહસાસ આપનારા મંદિરો, ખાવામાં પણ શું ઘટે ખમણ કે લોચો, અમે તો બ્રેડને શેકી અને બિસ્કિટને ચા માં ઘોળીને ખાનારા અમે દૂધમાં હોર્લિક્સ અને ખાવામાં ખાટી છાસ પીનારા, સલાડ અમને ભાવે નહિ પણ પાપડ પર કાકડી ટામેટાં ખાનારા અમે ગુજરાતી, દેશી સાલ અને હાથ મોજા ઓછા ફાવે પણ મફ્લારની લટાર ખભે કે માથે રાખી ફોટો શૂટ કરાવનારા અમે ગુજરાતી. ફ્રેન્ચ ફિલોસોફર રોમાંરોલા કહે છે કે એક હાથે તમે આખી દુનિયા ફરો અને એક હાથે તમે ભારતને તોલોને તો પણ આખા વિશ્વની સુંદરતા સામે ભારતનું પલ્લું ભારે પડે તો બસ ચાલો હવેથી આપણે પણ વર્ષે એક વિદેશની ભ્રમણા સાથે આપણા દેશમાં ભ્રમણ કરીને આપણા દેશની સંસ્કૃતિ અને સુંદરતાથી માહિતગાર બનીએ.
ભાવિક બી. જાટકીયા
સુરત – ૮૪૬૦૮૮૫૯૫૪

Previous articleવિરાટ કોહલી પાસે લક્ષ્મણ-દ્રવિડનો રેકોર્ડ તોડવાની તક
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે