૧૨ કલાકમાં BJP અને SDPIના ૨ નેતાની હત્યા

100

અલપ્પુઝામાં તણાવ, કલમ ૧૪૪ લાગુ : જીડ્ઢઁૈંના રાજ્ય સચિવ ૩૮ વર્ષીય શાન કેએસની શનિવારે રાત્રે અજાણી ટોળકીએ છરીના ઘા મારીને હત્યા કરી નાખી
તિરુવનંતપુરમ,તા.૧૯
કેરળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો ચાલુ છે. શનિવારે પોલીસે કહ્યું કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા અને ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓની કથિત રીતે હત્યા કરવામાં આવી છે. આ હત્યા અલપ્પુઝામાં થઈ. પોલીસના જણાવ્યા અનુસાર, બીજેપી નેતાની હત્યાના મામલે ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી કેટલાક આ કેસમાં સીધા સંડોવાયેલા હોવાની આશંકા છે. એક પછી એક રાજકીય હત્યાઓને પગલે જિલ્લામાં તંગદિલીનો માહોલ છે અને આગળ વધુ કોઈ અપ્રિય પરિસ્થિતિ ન સર્જાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારી જિલ્લામાં પહોંચી ગયા છે. ૧૨ કલાકથી ઓછા સમયમાં બે રાજકીય હત્યાઓએ રાજ્યને હચમચાવી નાખ્યું છે અને જિલ્લામાં બે દિવસ માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. જીડ્ઢઁૈંના રાજ્ય સચિવ ૩૮ વર્ષીય શાન કેએસની શનિવારે રાત્રે અજાણી ટોળકીએ છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. ૧૨ કલાકથી ઓછા સમયમાં બીજેપી ઓબીસી મોરચાના નેતા રણજીત શ્રીનિવાસનની રવિવારે તેમના ઘરની બહાર હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બીજેપી નેતા મોર્નિંગ વોક માટે બહાર નીકળ્યા હતા ત્યારે આઠ હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો અને તેમને ચાકુ ભોંકી દીધું. હોસ્પિટલ લઇ જતા રસ્તામાં તેમનું મોત થયું હતું. જીડ્ઢઁૈંના નેતા પર તે સમયે હુમલો કરવામાં આવ્યો, જ્યારે તેઓ પોતાના સ્કૂટર પર મન્નાચેરીમાં ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે કારમાં આવેલા હુમલાખોરોએ પહેલા તેમના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી અને નીચે પડ્યા બાદ તેમને એક પછી એક ચાકૂના ઘા માર્યા હતા. પીડિતને અનેક ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હતી અને બાદમાં એર્નાકુલમની ખાનગી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને અલપ્પુઝામાં થયેલી બે રાજકીય હત્યાઓની નિંદા કરી અને કહ્યું કે, સરકાર કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપશે નહીં. આવા ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની રાજકીય શાખા, જીડ્ઢઁૈંએ આ હુમલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંડોવણીનો આક્ષેપ કર્યો, પરંતુ ઇજીજીના જિલ્લા નેતાઓએ તેનો ઇનકાર કર્યો હતો. કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ નેતાઓને કાર્યકરો પર લગામ રાખવા કહ્યું અને વારંવાર રાજકીય હત્યાઓ માટે પોલીસને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે બંને હત્યાઓ યોજનાબદ્ધ હતી. પોલીસને આવી હત્યાઓની તપાસ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. સ્થાનિક ધારાસભ્ય અને ઝ્રઁૈંના નેતા જે ચિત્તરંજને કહ્યું કે પક્ષોએ હિંસાની રાજનીતિ છોડી દેવી જોઈએ.