ઉ.ભારતમાં ઠંડીના ચમકારા વચ્ચે દિલ્હીમાં યલ્લો એલર્ટ

93

દિલ્હીમાં રવિવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો
નવી દિલ્હી,તા.૧૯
સમગ્ર ઉત્તર ભારત ઠંડીના કારણે ઠંડક ઠુંઠવાઇ ગયું છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પારો ગગડ્યો છે. પહાડો પર હિમવર્ષા બાદ ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસ સુધી પહોંચી ગયું છે. દિલ્હીમાં ઠંડી દરરોજ રેકોર્ડ તોડી રહી છે. કોલ્ડવેવના કારણે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાની અનુસાર, દિલ્હીમાં આજે અને આવતીકાલે એટલે કે રવિવાર અને સોમવાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોલ્ડવેવને લઈને દિલ્હીમાં યલો એલર્ટ છે. એવામાં હવામાન વિભાગે બાળકો અને વૃદ્ધોને પણ સવાર અને સાંજની વોક ન જવાની સલાહ આપી છે. દિલ્હીમાં આજે (રવિવારે) સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. દિલ્હીના સફદરજંગમાં સવારે ૮.૩૦ વાગ્યે લઘુત્તમ તાપમાન ૪.૬ ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલે (શનિવાર) દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ૈંસ્ડ્ઢએ કહ્યું કે, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં અસર થઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં ઠંડીના કારણે સિસુ સરોવર થીજી ગયું છે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસ સુધી પહોંચી ગયો છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પણ શિયાળાએ રેકોર્ડ તોડ્યો છે. અહીં તાપમાન માઈનસ ૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઠંડીના કારણે દાલ સરોવરના બહારના કિનારા જામી ગયા છે. રાજસ્થાનના ચુરુમાં પણ ભયંકર ઠંડી પડી રહી છે. અહીં આજે (રવિવારે) લઘુત્તમ તાપમાન માઈનસ ૨.૬ સેલ્સિયસ નોંધાયું હતું. મધ્યપ્રદેશના મંદસૌરમાં પણ શિયાળાની ઋતુ જોવા મળી રહી છે. અહીં ગાઢ ધુમ્મસ છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઈ ગઈ છે. ઠારના લીધે ખેડૂતો પરેશાન છે.

Previous articleકથિત અપમાનના આરોપીને માર મારતા તેનું મોત થયુ
Next articleઓમિક્રોનના દર્દી ત્રણ જ દિવસમાં ડબલ થઇ રહ્યા છે