ઝુંબેશ શરૂ કરવા અંગેની બેઠક જિલ્લા કલેક્ટર નિરગુડેનાં અધ્યક્ષસ્થાને યોજાઇ

35

સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો નેશનલ ડેટાબેઝ કલ્યાણકારી હિતમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે. જે માટે સરકારના લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા ઇ – શ્રમ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના લેબર કમિશ્નરેટ હેઠળ દરેક જિલ્લામાં અસંગઠિત કામદારોનું ઇ – પોર્ટલ પર રજીસ્ટ્રેશન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામા અસંગઠિત કામદારોનું વ્યાપક પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને પાત્રતા ધરાવતા દરેક કામદારો અને નાના વ્યવસાયકારીઓ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે મિટિંગ મળેલ હતી. જેમાં કલેકટરે જણાવ્યુ હતું કે, આંગણવાડી વર્કર, તેડાગર, આશાવર્કર, શોપ એક્ટ હેઠળ દુકાનદારોનાં કામદારો, માછીમારો, બાંધકામ વર્કર, સ્વરોજગાર વર્કર, એમ્પ્લોઇડ વર્કર, મિલ્કમેન ખેત કામદારો, ન્યુઝપેપર વેન્ડર, મધ્યાહન ભોજન સાથે સંકળાયેલ શ્રમિકો, રત્ન કલાકારો, પુરવઠા વિતરણ, મનરેગાના વર્કર તેમજ કોઇને કોઇ કામ કરતા હોઇ પરંતુ જે ઇન્કમટેક્ષ ન ભરતા હોય, જેનું પી.એફ. કપાતુ ન હોય તેમજ ઇ.એસ.આઇ.સી.ના મેમ્બર ન હોય તેવી આર્થિક ઉપાર્જન કરતી તમામ વ્યકિતઓ કે જેમની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષ વચ્ચે હોય તેઓ રજીસ્ટ્રેશન જાતે કરી શકશે અથવા નજીકના સીએસસી સેન્ટર ખાતે અથવા નજીકના ઈ – ગ્રામ કેન્દ્ર ખાતે વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે. સબંધિત કચેરીઓના અધિકારીઓ દ્વારા આ માટે કેમ્પ કરીને રજીસ્ટ્રેશન કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ અંગેનું રજીસ્ટ્રેશન ઉઉઉ.ઈજીૐઇછસ્.ર્ય્ંફ.ૈંદ્ગ પર કે જે મિનિસ્ટ્રી ઓફ લેબર શ્ એમપ્લોઇમેન્ટ દ્વારા પોર્ટલ બનાવવામાં આવ્યુ છે તેના પર કરી શકશે. રજીસ્ટ્રેશન માટે માત્ર આધાર નંબર, મોબાઇલ નંબર કે જે આધારકાર્ડ સાથે લિંક થયેલ હોય અને બેંક એકાઉન્ટની ડીટેલ્સ આપવાની રહેશે. ઇ – શ્રમ પોર્ટલ માટે શ્રમયોગીઓને લગતાં પ્રશ્નો હાલ કરવા માટે રાષ્ટ્રીય ટોલ – ફ્રી નંબર ૧૪૪૩૪ અને ગુજરાત રાજ્ય માટે ટોલ – ફ્રી નંબર ૧૫૫૩૭૨ છે.