ખાનગી હોસ્પિટલોને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવી

283

કોરોનાનું સંક્રમણ રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર-જિલ્લામાં અગમચેતી રૂપે કોરોનાના કેસના પ્રમાણમાં જરૂરી બેડ ઉપલબ્ધ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ શ્ હોસ્પિટલ, ભાવનગરને ૧૫ જનરલ બેડ અને ૐ.ડ્ઢ.ેં. ના ૧૦ બેડ મળી કુલ ૨૫ બેડની પરવાનગી સાથે કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી સાથે આરોગ્ય વિભાગની જોગવાઈઓ મુજબ સેગમેન્ટ-૧ મુજબ કોવિડ કેર હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આઇસોલેશન અને સારવાર માટે આપવામાં આવી છે.તેવી જ રીતે બજરંગદાસબાપા આરોગ્યધામ, સદવિચાર જનરલ હોસ્પિટલ શ્ નર્સિંગ હોમ અને રૂદ્ર હોસ્પિટલ શ્ આઇ.સી.યુ.કેરને કોરોનાના બેડ વધારવાની મંજૂરી સંદર્ભે પરવાનગી સાથે કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી સાથે આરોગ્ય વિભાગની જોગવાઈઓ મુજબ કોવિડ કેર હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આઇસોલેશન અને સારવાર માટે આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ રીતે હવે ભાવનગર શહેરની ૧૯ હોસ્પિટલોને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે માન્યતા છે. જેમાં જનરલના ૨૭૩, ૐ.ડ્ઢ.ેં.ની ૨૫૧, ૈં.ઝ્ર.ેં.ની ૬૩, દ્ગ.ૈં.ઝ્ર.ેં.ની ૩ મળી કુલ ૫૯૦ બેડ કોરોના માટે આરક્ષિત રખાયાં છે.ઉપરોક્ત હોસ્પિટલોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જોગવાઈઓ મુજબ નિર્ધારિત કરેલ દરે સારવાર આપવામાં આવશે. તેનાથી વધુ દર લઇ શકાશે નહીં. જો આવી જોગવાઈઓનું ઉલ્લંઘન થતું જણાશે તો આવી સંસ્થા કે વ્યક્તિ ભારતીય દંડ સંહીતા- ૧૮૬૦ ની કલમ-૪૫ હેઠળ દંડને પાત્ર ઠરશે.