ક્રિકેટર ઋષભ પંત ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

23

હરિદ્વાર,તા.૨૦
ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્‌સમેન ઋષભ પંત ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર હશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. પંત હરિદ્વારનો રહેવાસી છે. તે સ્થાનિક ટૂર્નામેન્ટમાં દિલ્હી તરફથી રમે છે. ધામીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભારતના શ્રેષ્ઠ રમતવીરોમાંના એક અને યુવાનોના આદર્શ અને ઉત્તરાખંડના લાલ ઋષભપંત જી, અમારી સરકારે રાજ્યના યુવાનોને રમતગમત અને જાહેર આરોગ્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય આપ્યો છે. બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી છે. ધામીએ પંત સાથેની વાતચીતની વીડિયો ક્લિપ પણ શેર કરી છે.બીજી તરફ પંતે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે હું ખુશ છું. ઉત્તરાખંડના લોકોમાં રમતગમત અને જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે મને બ્રાન્ડ એમ્બેસેડર બનવાની તક આપવા બદલ ધામી સરનો આભાર. હું આ સંદેશ ફેલાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ પંત હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. તે ટેસ્ટ ટીમનો ભાગ છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં ૩ ટેસ્ટ અને ૩ વનડે રમવાની છે. પ્રથમ ટેસ્ટ ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. જો કે હજુ સુધી વનડે ટીમની જાહેરાત કરવામાં આવી નથી. પંત પણ વનડે ટીમનો ભાગ હશે કારણ કે તેણે ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આવી સ્થિતિમાં તેનો વનડે ટીમમાં સમાવેશ નિશ્ચિત છે. વનડે શ્રેણી ૧૯ જાન્યુઆરીથી શરૂ થશે.