શહેરના કુંભારવાડામાં જુગારની બાજી માંડી બેઠેલા ચાર જુગારી ઝડપાયા

46

લોકલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ મળેલી બાતમીના આધારે કુંભારવાડા, રામદેવનગર, ગીરનાર સોસાયટી, રણીયલ ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને પોલીસે ઝડપી લીધા. જાણવા મળતી વિગત અનુસાર શહેરના કુંભારવાડા, રામદનગર ગીરનાર સોસાયટી રણીયલ ચોક વિસ્તારમાં જાહેર જુગાર રમતા સિરાઝ સલીમભાઇ ચાંદ (રે.કુંભારવાડા), પંકજ હરેશભાઇ ચૌહાણ (રે.ચિત્રા), નરેન્દ્ર બળુભાઇ બારૈયા (રે.કુંભારવાડા), સંજય જેન્તીભાઇ પરમાર (રે.કુંભારવાડા) સહિતના ચાર શખ્સોને રોકડ રકમ સહિત ઝડપી લઇ બોરતળાવ પોલીસને સોંપી આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.