મલાઈકા અરોરા અને અર્જુન ૨૦૨૨માં પરણી જશે?

24

મુંબઈ,તા.૨૨
વ્યક્તિગત રીતે ભલે વધારે ચર્ચામાં ન રહેતા હોય, પરંતુ કપલ તરીકે તેઓ મીડિયા તેમજ ફેન્સના ફેવરિટ છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણીવાર ફેન્સ સાથે તેમની તસવીરો શેર કરતાં રહે છે. ’સુપરમોડલ ઓફ ધ યર’ના એક એપિસોડમાં મિલિંદ સોમણ સાથે વાતચીત કરતાં મલાઈકા અરોરાએ કહ્યું હતું કે, અર્જુન કપૂર એક એવો વ્યક્તિ છે જે તેને સારી રીતે જાણે છે. એક જ્યોતિષે બંને સેલિબ્રિટીના ફેસ રીડિંગ પરથી જણાવ્યું કે, ’મલાઈકા અને અર્જુન અનુભવી સિવાય સમજુ વ્યક્તિ છે. ઉતાર-ચડાવ છતાં તેઓ એકબીજા સાથે રહ્યા અને તેમના બોન્ડિંગને મજબૂત બનાવ્યું. બંને વચ્ચેના સંબંધો અદ્દભુત છે. જ્યોતિષે વધુમાં કહ્યું કે, અર્જુન ઈમોશનલ પાર્ટનર જ્યારે મલાઈકા રિલેશનશિપમાં પ્રેક્ટિકલ છે. અર્જુન ઈમોશનલ છે જ્યારે મલાઈકા સપ્રમાણમાં પ્રેક્ટિકલ છે. આ જ મિશ્રણ તેમના પક્ષમાં કામ કરે છે અને બોન્ડને મજબૂત બનાવે છે. તેમના સંબંધોમાં વધુ એક પોઝિટિવ બાબત એ છે કે તેમાંથી એક પણ નબળા દિમાગના નથી. તેઓ મજબૂત છે કારણ કે તેમનું ઈમોશનલ કનેક્શન છે. તેઓ તેમના સંબંધને ખાસ રીતે આગળ લઈ જાય તેવી શક્યતા છે. બંનેના વ્યક્તિત્વ વિશે વાત કરતાં જ્યોતિષે જણાવ્યું, અર્જુન લાગણીશીલ વ્યક્તિ છે જ્યારે મલાઈકા સંભાળ રાખનારી છે. તેથી, જ તે અર્જુનની સેન્સિટિવિટીની પ્રશંસા કરે છે અને તેને કોઈ બાબત દુઃખ ન પહોંચાડે તેનું ધ્યાન રાખે છે. લગ્નની શક્યતા વિશે પૂછતાં તેમણે કહ્યું, મલાઈકા અને અર્જુન ૨૦૨૨માં લગ્ન કરી શકે છે. કપલના કરિયર વિશે પૂછતાં, જ્યોતિષે અર્જુન કપૂરના એક્ટિંગ કરિયર વિશે કેટલીક આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ તેના માટે અન્ય સફળ પ્રયાસોની શક્યતાને નકારી નહોતી. હકીકતમાં, જ્યોતિષનું માનવું છે કે, સંયુક્ત રીતે પ્રોડક્શનમાં તેમના કરિયરમાં વૃદ્ધિ થશે. તેમણે કહ્યું કે, મલાઈકા બી-ટાઉનમાં સારું પર્ફોર્મન્સ આપવાનું યથાવત્‌ રાખશે જ્યારે અર્જુન માટે ઓટીટી શો અને પ્રોડક્શનમાં જવું સારું રહેશે.