ભાજપ બક્ષીપંચ મોરચાએ કેરલના મુખ્યમંત્રીનું પુતળુ બાળી વિરોધ કર્યો

29

કેરલ પ્રદેશ ભાજપના મહામંત્રીની નિર્મમ હત્યાના વિરોધમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉગ્ર લડત આપવાની ચિમકી
તાજેતરમાં કેરલ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રીની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેના દેશ ભરમાં ઘેરા પડઘા પડ્યાં છે અને ભાજપ દ્વારા દરેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન સાથેના કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે જે અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પુતળા દહન-વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરમાં કેરલ રાજ્યના આલાપંજા જિલ્લામાં એસડીપીઆઈ દ્વારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી એડવોકેટ રંજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી અને ત્રણ દિવસમાં બે રાજકીય હોદ્દેદારોની હત્યા થતાં આ ઘટનાઓના દેશભરમાં ઘેરા પડઘા પડ્યાં છે અને ઠેરઠેર વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો થકી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગર શહેર-જિલ્લા બક્ષીપંચ મોરચાના સંયુક્ત ઉપક્રમે કેરલ રાજ્યના મુખ્યમંત્રી બિનરાયન વિજયનું પુતળા દહનનો કાર્યક્રમ શહેરના ઘોઘાગેટ ચોક ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કેરલ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મુખ્યમંત્રીના પુતળાનુ દહન કર્યું હતું અને વિરોધ પ્રદર્શન કરી આક્રોશ ઠાલવ્યો હતો આ તકે શહેર ભાજપા પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે કેરલની કોમ્યુની સરકાર દ્વારા આચરવામાં આવતા આવા બરબરતા પૂર્ણ ક્રૃત્યને સાંખી લેવામાં નહીં આવે અને આ મુદ્દે લડત આપી ન્યાય મેળવી ને જ જંપીશુ.