GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

200

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૩૬. ‘વિચારતા નેત્ર જલે ભરાય છે.’ વિચારતાનો કૃદંતનો પ્રકાર કયો છે ?
– વર્તમાન કૃદંત
ર૩૭. નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ?
– ઘડપણ
ર૩૮. ‘અંજળ’ કયો સમાસ છે ?
– દ્વન્દ્વ
ર૩૯. ‘હોશિયાર વિદ્યાર્થી શિક્ષકોને ગમે છે’ – કયુ પદ વિશેષણ દર્શાવે છે ?
– હોશિયાર
ર૪૦. નીચેના વાકયમાં જે ભાગમાં ભુલ હોય તે દર્શાવો. ‘અહીં જો મારા નખ તારા કરતાં સારા છે.’
– તારા કરતાં
ર૪૧. ‘ધ્યાનથી ભણો અથવા ભણવાનું છોડી દો.’ – આ વકયમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?
– અથવા
ર૪ર. ‘પિતૃ+આજ્ઞા’ની સંધિ શું થશે ?
– પિત્રાજ્ઞા
ર૪૩. ‘નાનકડી ખુશાલી ઝડપથી દોડી’ – આ વાકયમાં ‘ઝડપથી’ શું છે ?
– ક્રિયાવિશેષણ
ર૪૪. સાપ આંખોથી સાંભળે છે. એને ચક્ષુશ્રવા કહેવાય. આ વાકયનોે જોડવા કયા સંયોજકનો ઉપયોગ થઈ શકે.
– એટલે
ર૪પ. ‘જે કે સેવા તે પામે મેવા’ – ‘જે તે ’ કેવા પ્રકારનું સર્વનામ છે ?
– ઉત્પ્રેક્ષા
ર૪૬. ‘અમે રે સુકા રૂનું પુમડું’ – કયો અલંકાર છે ?
– રૂપક
ર૪૭. ‘પ્રતિષ્ઠા’નો સંધિવિગ્રહ શું થશે ?
– પ્રતિ+સ્થા
ર૪૮. ‘અંશુ’નો અર્થ છે
– કિરણ
ર૪૯. ‘મેરૂ રે ડગે જેના મન નો ડગે’ – પંકિતનો અલંકાર ઓળખાવો
– વર્ણાનુપ્રાસ
રપ૦. ‘છળી મરવું’ એટલે શું ?
– આકસ્મિક આઘાત અનુભવવો
રપ૧. ‘મસજસતતગા’ – આ કયા છંદનું બંધારણ છે ?
– શાર્દુલવિક્રીડિત
રપર. અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ?
– સોમ
રપ૩. ‘તમે ખુશાલીને કહ્યું ખરૂં’ ? – આ વાકયમાંથી નિપાત શોધો.
– ખરું
રપ૪. સાચી જોડણીવાળું શબ્દ જુથ કયું છે ?
– જિલ્લો, રેલવે સ્ટેશન
રપપ. શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે છે ?
– જ્ઞાન
રપ૬. ‘કડવું ઓસડ મા જ પાય’ – એટલે શું ?
– સાચી સલાહ સ્વજન જ આપે
રપ૭. ‘સાઠ વર્ષે ઉજવાતો ઉત્સવ’- માટે એક શબ્દ કયો છે ?
– અમૃત મહોત્સવ
રપ૮. ‘કદી મારે પાસે વનવનતણાં હોત કુસમો’ પંકિતનો છંદ દર્શાવો.
– શિખરિણી
રપ૯. આપેલ પંકિતનો છંદ ઓળખાવો : ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.’
– શિખરિણી
ર૬૦. ‘અકસાઈ પઢયો અવનિ વિશે, જાણે ભાંગ્યો ચંપાનો છોડ’ કયો અલંકાર છે ?
– ઉત્પ્રેક્ષા
ર૬૧. નીચેનામાંથી ઉપમા અલંકાર શોધો.
– કાળજે ઉંડા કળણ છે, છદ્મ જેવી જીંદગી
ર૬ર. ‘ગિરિધર’ શબ્દનો સમાસ ઓળખાવો.
– ઉપપદ
ર૬૩. ‘રાત-દિવસ’ શબ્દનો સમાસ ઓળખાવો.
– દ્વન્દ્વ
ર૬૪. ‘અતિ કઠિન સાહસિક કામ કરવુ’ – માટે નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગ વપરાય છે ?
– ખાંડાની ધાર પર ચાલવું
ર૬પ. રૂઢિપ્રયોગની અર્થ આપો : ‘દહાડા ભરાઈ જવા’
– મોત નજીક હોવું
ર૬૬. નીચેનામાંથી સાજ્ઞી જોડણી શોધો
– પરિસ્થિતિ

Previous articleકેપ્ટનને કારણ વગર હટાવવા બીસીસીઆઇની જૂની આદત, વિરાટ સારી વિદાઈનો હકદાર હતો : વેંગસરકર
Next articleઓમિક્રોનના કહેર વચ્ચે રાજ્યોને સાવચેતી રાખવા કેન્દ્રની સલાહ