GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

122

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૬૭. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ?
– નૈર્ઋત્ય
ર૬૮. નીચે આપેલ શબ્દસમુહ માટે એક શબ્દ આપો : ‘તર્ક દ્વારા કોઈ વાતનો નિર્ણય કરવો તે ’
– અનુમાન
ર૬૯. શબ્દસમુહ માટે એક શબ્દ આપો : ‘પોતાના વખાણ પોતે જ કરવા.’
– આત્મશ્લાઘા
ર૭૦. ‘આળસુ’ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.
– એદી
ર૭૧. ‘કુલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.
– એકંદર
ર૭ર. કયો શબ્દ ‘અમૃત’ વિરોધી છે ?
– વિષ
ર૭૩. સમાસ ઓળખાવો : ‘સીતારામ’
– દ્વન્દ્વ
ર૭૪. સમાસ ઓળખાવો : ‘રાતવાસો’
– મધ્યમપદલોપી
ર૭પ. છંદ ઓળખાવો : ‘વળાવી પીડીમાં રૂદન કરતી, દુર ધરતી’
– શિખરિણી
ર૭૬. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?
– ગુરુવાર
ર૭૮. આપેલા વાકયમાંથી વિશેષણ શોધો : ‘ઉંચા પર્વત પર મહેલ આવેલો છે.’
– પર
ર૭૯. છંદ ઓળખાવો : ‘એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત, આળસ તજી મે’નત કરે, પામે લાભ અનંત.’
– દોહરો
ર૮૦. અલંકાર ઓળખાવો : ‘મહાસાગર એટલે મહાસાગર’
– અનન્વય
ર૮૧. સમાનાર્થી શબ્દ લખો : ‘અકુપાર’
– સમુદ્ર
ર૮ર. નીચેનામાંથી ‘સાફ કરી દેવુ’ રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો નથી ?
– પાણીથી ધોઈ પોતું કરવું
ર૮૩. અલંકાર ઓળખાવો : ‘વા વાયા ને વાદળ ઉમટયા’
– વર્ણાનુપ્રાસ
ર૮૪. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
– ઉચ્ચ, ઉદ્દઘોષ, ઉદ્દીપ્ત, ઉપદ્રવ
ર૮પ. શબ્દસમુહ માટે એક શબ્દ લખો : ‘નળિયા ફેરવીને છાપરૂં ઠીક કરવું?’
– સંચારવું
ર૮૬. વિરૂદ્ધાર્થી શબ્દ લખો : ‘અગમ બુદ્ધિ’
– પચ્છમ બુદ્ધિ
ર૮૭. સાચી સંધિ લખો : ‘ઉપેક્ષિતા’
– ઉપ + ઈક્ષિતા
ર૮૮. શબ્દસમુહ માટે એક શબ્દ લખો : ‘પૃથ્વીની ધરીની મધ્યમાં કાટખુણે કલ્પેલુ વર્તુળ’
– વિષુવવૃત
ર૮૯. સાચી સંધિ લખો : ‘વ્યાપક’
– વિ+આપક
ર૯૦. સમાનાર્થી શબ્દ લખો : ‘રાત્રિ’
– શર્વરી
ર૯૧. ‘બેઠો બઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં’ – પંકિત કયા છંદમાં છે ?
– મંદાક્રાન્તા
ર૯ર. નીચેનામાંથી શાર્દુલવિક્રીડિત છંદનું બંધારણ – સુત્ર કયું છે ?
– મ સ જ સ ત ત ગ ા
ર૯૩. નીચે આપેલ સાચા શબ્દસમુહ માટે એક શબ્દ શોધીને લખો : ‘ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી’
– ગજાર
ર૯૪. નીચે આપેલ વાકય માટે આપેલ વિકલ્પોમાંથી લેખ રૂઢિ અને ભાક્ષાની દ્રષ્ટિએ શુદ્ધ વાકય જણાવો.‘ ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંકઈ આપવું જ જોઈએ’
– ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ
ર૯પ. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. ‘શ્રુતિ’
– વેદ
ર૯૬. આપેલ શબ્દ સંધિ છુટી પાડો : – ‘હેત્વાભાસ’
– હેતુ + આભાસ
ર૯૭. નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?
– અધમૂઓ

Previous articleઅસફળતામાં સફળતા: પ્રકાશ જાની( વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next article૨૫ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી પર સુશાસન દિવસ (Good Governance Day) મનાવવામાં આવે છે