૨૫ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી પર સુશાસન દિવસ (Good Governance Day) મનાવવામાં આવે છે

191

૨૫ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી પર સુશાસન દિવસ (Good Governance Day) મનાવવામાં આવે છે. આ દિવસ શ્રી વાજપેયીના સન્માનમાં વર્ષ ૨૦૧૪માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગરૂકતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો.. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. અટલ બિહારી વાજપેયી એક ભારતીય રાજકરણી અને લેખક હતા, જેમણે ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એકવાર અટલ બિહારી વાજપેયીએ કહ્યું, ’એક દિવસ તમે એક ભૂતપૂર્વ વડાપ્રધાન બની શકો છો પરંતુ તમે ક્યારેય ભૂતપૂર્વ કવિ બની શકશો નહીં.’
સુશાસન દિવસનો ઇતિહાસ
૨૩ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ શ્રી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીય (મરણોપરાંત)ને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્નથી સન્માનિત કરવાનું જાહેર કરવામાં આવ્યું હતુ. આ જાહેર કર્યા બાદ મોદી સરકારે જાહેર કર્યુ કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારીજીની જ્યંતીને ભારતમાં પ્રતિ વર્ષ સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવશે. જો કે, આ નિર્ણયની મુખ્ય વિપક્ષી દળ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ટીકા કરી હતી, આ દિવસે ક્રિસમસની સાથે-સાથે આ દિવસે સરકારના કાર્ય દિવસ સ્વરૂપમાં જાહેર કરવા માટે સુશાસન દિવસની પણ સ્થાપના કરવામાં આવી હતી.
સુશાસન દિવસનો હેતુ સુશાસન એટલે એવું શાસન જેમાં દેશની જનતા ખુશ રહે, તેમનો વિકાસ થાય, દેશના દરેક નિર્ણયમાં તેમની સંમતિ સામેલ હોય, આવી સરકારને જ સુશાસન કહી શકાય, જેની આજની વ્યક્તિ કલ્પના પણ કરી શકતી નથી. રામરાજ્યમાં આવું શાસન ચાલતું હતું. જ્યારે નેતા સ્વાર્થ છોડીને પ્રજાના હિતમાં કામ કરે છે ત્યારે તે સુશાસન બની શકે છે, પરંતુ આજના નેતા પહેલા લોકોનું હિત જુએ છે, પછી પોતાના પ્રિયજનોનું હિત, પછી મહોલ્લાનું હિત અને પછી.જો કોઈ અવકાશ હોય તો જનતા નું હિત વિચારે છે .
-દેશમાં પારદર્શી અને જવાબદેહ શાસન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાથી લોકોને અવગત કરાવવાનું છે. સુશાસન દિવસ લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવા માટે મનાવવામાં આવે છે. આ સરકારી કામકાજ અને દેશના નાગરિકો માટે વધુ પ્રભાવી અને જવાબદેહ શાસન બનાવવા માટે મનાવવામાં આવે છે. ભારતમાં સુશાસનના મિશનને પૂરુ કરવા માટે સારી અને અસરકારક નીતિઓને લાગૂ કરવાનું છે. સુશાસનના માધ્યમથી દેશમાં વિકાસ વધારવાનો છે. સુશાસન પ્રક્રિયામાં તેમને સક્રિય ભાગીદાર બનાવવા માટે નાગરિકોને સરકારની નજીક લાવવું.
સુશાસન દિવસ પર ભૂતપૂર્વ વડાપ્રધાનને યાદ કરવામાં આવે છે.ગુડ ગવર્નેન્સ ડેના અવસરે લોકો અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે તેમને યાદ કરીને તેમના દ્વારા કરવામાં આવેલા કામ વિશે વાત કરવામાં આવે છે.અલગ-અલગ જગ્યાઓ પર સેમિનારનું આયોજન પણ થાય છે. સેમિનાર મારફતે લોકો તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે વિસ્તારથી જણાવે છે. વર્ષ ૨૦૧૮માં ભૂતપૂર્વ વડાપ્રધાનનું અવસાન થયું હતું.
આસી.પ્રો.ડો સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ -ભેસાણ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજો બોલી ગાળ તો આવી ગયો કાળ