કાળીયારના શિકાર પ્રકરણે વધુ બે આરોપી ઝબ્બે

36

આરોપીઓના કબ્જા તળેથી મૃત પશુઓના અવશેષ છરા હાડકાં સહિતનો મુદ્દામાલ કબ્જે
ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ કાળાતળાવ ગામની સીમમાં થી તાજેતરમાં શેડ્યુઅલ વન માં આવતી આરક્ષિત પ્રજાતિ કાળીયાર ના શિકાર સાથે બે શખ્સો ઝડપાયા હતાં દરમ્યાન આ શિકારીઓએ રીમાન્ડ દરમ્યાન વધુ બે આરોપીઓ ના નામ આપતાં વન વિભાગે ભાવનગર ના બે શિકારીઓના ઘર માથી મૃત પ્રાણીઓ ના અવશેષો તથા હથિયાર સાથે બંને આરોપી ઓની અટક કરી છે. ભાવનગર વન વિભાગની ટીમે તાજેતરમાં ભાવનગર સમિપ આવેલ ભાલ પંથકના કાળાતળાવ ગામની સીમમાં થી કાળીયાર નો શીકાર કરેલ પશુ ના મૃતદેહ સાથે કાળાતળાવ ગામના બુધા ગોબર વેગડ તથા જાવેદ દિલાવર પઠાણ રે ભાવનગર વાળાની ધડપકડ કરી હતી દરમ્યાન આ બંને શિકારીઓએ રીમાન્ડ દરમ્યાન વધુ બે શિકારીઓના નામ આપતાં વન વિભાગના અધિકારીઓ એ ભાવનગર શહેર માં રહેતા મોસીન દિલાવર પઠાણ તથા સોયેબ સલીમ કુરેશી ના ઘરે દરોડો પાડી ઘર માથી મૃત પશુ ના અવશેષો સાથે ધારદાર છરા સહિતના તિક્ષ્ણ હથિયારો કબ્જે કરી આ આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.