વિશ્વમાં કોરોનાની ચોથી લહેર શક્યતા છે : કેન્દ્રની ચેતવણી

23

દેશના કેટલાક રાજ્યોમાં દતા કોરોનાથી સરકાર ચિંતિત : ભારતમાં બે લહેર જોવા મળી છે પણ જો કોરોનાના નિયમો પાળવામાં ઢીલાશ રકાશે તો મહામારી વકરવાની કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને ચેતવણી
નવી દિલ્હી, તા.૨૫
કેન્દ્રએ શુક્રવારે કેરળ (૬.૧%) અને મિઝોરમ (૮.૨%) માં ઉચ્ચ કોવિડ-પોઝીટીવીટી અંગે ચિંતા વ્યક્ત કરી હતી, કેમ કે છેલ્લા બે અઠવાડિયાથી દેશનો કોવિડ પોઝિટિવિટી દર ૧% થી નીચે છે ત્યારે આ બંને રાજ્યોનો કોવિડ પોઝિટિવિટી દર ખૂબ જ ઉંચો છે. જો કે દેશમાં એકંદરે સરેરાશ દૈનિક નવા કેસ ૭,૦૦૦ થી નીચે આવી છે. પરંતુ કેન્દ્ર સરકારે કોવિડ નિયમો અને સાવચેતીમાં ઢીલા વલણ સામે પણ ચેતવણી આપતા કહ્યું કે વિશ્વ મહામારીની ચોથી લહેર અને વૈશ્વિક સ્તરે ૬.૧% નો એકંદર પોઝિટિવિટી દર જોઈ રહ્યું છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં બે લહેર જોવા મળી છે – એક સપ્ટેમ્બર ૨૦૨૦માં અને બીજો મે ૨૦૨૧માં. હાલમાં કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, અને સાથે મહામારીથી મૃત્યુ પણ ઘટી રહ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે “છેલ્લા ચાર અઠવાડિયાથી ભારતમાં દર ૨૪ કલાકે ૧૦,૦૦૦ થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે અને જો આપણે છેલ્લા બે અઠવાડિયામાં સરેરાશ નવા કેસ જોઈએ તો તે ૭,૦૦૦ કરતા ઓછા છે. આ સંખ્યા ઓછી છે. જો કે, મેં અગાઉ કહ્યું તેમ આપણે સાવધાની રાખવાની જરુર છે અને મહામારીના નવા નવા સ્વરુપો પ્રત્યે સતત જાગ્રત રહેવું પડશે.તેમણે ઉમેર્યું, માસ્કનો યોગ્ય ઉપયોગ, હાથની સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાં સહિત કોવિડ-યોગ્ય વર્તનને અનુસરવાની જરૂરિયાત પર ભાર મૂકવો પડશે. સરકારે જિલ્લા સ્તરે અસરકારક નિયંત્રણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. અને ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન અને ઓમિક્રોનના વધતા કેસોને પગલે જ્યાં જરૂર હોય ત્યાં રાજ્યો દ્વારા સ્થાનિક નિયંત્રણો લાદવામાં આવે તેમ જણાવ્યું હતું. ભૂષણે ધ્યાન દોર્યું કે ઉચ્ચ પોઝિટિવિટી દર રિપોર્ટ કરતા કેટલાક રાજ્યો પર્યાપ્ત આરટી-પીસીઆર પરીક્ષણો કરી રહ્યાં નથી. “આદર્શ રીતે, રાજ્યમાં કુલ પરીક્ષણોના ૬૦-૭૦% આરટી-પીસીઆર ટેસ્ટ હોવા જોઈએ. જો કે, અમુક રાજ્યો એવા છે જ્યાં આ ટકાવારી નોંધપાત્ર રીતે ઓછી છે. છેલ્લા બે સપ્તાહમાં કોવિડ-૧૯ના ૯૭,૮૮૨ કેસ નોંધાયા છે. તેમાંથી એકલા કેરળમાં ૪૫,૨૨૫ કેસ નોંધાયા છે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૧૧,૬૬૮ કેસ નોંધાયા છે. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક એવા અન્ય રાજ્યો છે જ્યાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. સાપ્તાહિક પોઝિટિવિટીના સંદર્ભમાં ૨૦ જિલ્લાઓમાં મોટાભાગે કેરળ (૯) અને મિઝોરમ (૮) માં – ૫-૧૦% ની વચ્ચે પોઝિટિવિટી નોંધવામાં આવી છે. મિઝોરમના બે જિલ્લાઓમાં ૧૦% થી વધુ પોઝિટિવિટી નોંધાઈ છે.