સોશિયલ મિડિયાથી થતી વાસ્તવિક જીવનમાં સારી નરસી અસરો…

107

“મનની વાત લખી રજુ કરુ છું,લાગણીઓના પ્રવાહે ભિંજાઈ ગયેલો માનવી કલ્પનાની દુનિયાને વાસ્તવિકતા સમજી રોજ રોજ રાત્રે ઉજાગરા કરું છું,સોશિયલ મિડિયા વગર સુનો પડી ગયેલો ચેટિંગ દ્વારા જાણે અજાણે બોલાયેલા ડિયર જાન શબ્દનું ઉડાણ શોધી રહ્યો છું,કાલ્પનિક રીતે ભરમાઈ પડેલો વ્યક્તિ હું માનસિક શાંતિ શોધી રહ્યો છું
હું સોશિયલ મિડિયાનો ગુલામ આ ભરમાળથી છૂટવા મથામણ કરી રહ્યો છું.
પણ દિવસે દિવસે ઉડો ઉતરતો જાવ છું…..
કોઈ તો મને બહાર નિકાળો,
હું માયાજાળને હકીકત માનતો જાવ છું..હારતો હાફતો તોય બનાવટીને સત્ય માનતો જાવ છું”
સોશિયલ મિડિયાની વાત કરીએ તો અજાણ્યા મિત્રો ને મેળવી આપે છે,જટિલ કામને સરળ બનાવે છે,જેવું કે નેટબેકિંગ,ગુગલ પે,પે.ટી.એમ,ઓનલાઈન પેમેન્ટ કરવા તો એમેઝોન, મીશો,ફ્લિપકાર્ટ, યારી એપથી ઓનલાઈન શોપિંગ કરવામાં સરળતા રહે છે.ઈન્ટરનેટે બધાં જ કામ તો સરળ બનાવ્યા છે,પણ બનાવટી સબંધો અને ભ્રમિત માયા જાળવાળી દુનિયા પણ ભેટ આપી છે,કહેવાય છે કે એક સિક્કા ની બે બાજુ છે,જે વસ્તુ ફાયદો અપાવે છે એ સામે નુકશાન પણ અપાવે છે.અતિશય તો કોઈપણ વસ્તુ નુકશાન કરે છે.
સોશિયલ મિડિયામાં વાતચીતનો અવકાશ વધ્યો છે,પણ નજીકના સબંધો ની જગ્યા બનાવટી સબંધો એ લીધી છે.વાસ્તવિક સબંધોથી દૂરી બનાવતા રહ્યા છીએ.પણ સબંધોની પરીક્ષામાં બનાવટી સબંધ હારે છે.
માણસો ખોટું બોલતા શીખ્યા છીએ,નજીકના સબંધોને ટાળી બનાવટી સબંધોને અગત્યતા આપતા થયા છે. પ્રાઈવસીને જ પોતાની સેફ્ટી માની ખોટા વહેમ મગજમાં પાળતો થયો છે.
એવા તે તકલાદી સંબંધો મળ્યા છે,તમે જેટલા અંદર ઉતરો એટલા ફસાઈ જાવ બહાર નિકળવું પણ મુશ્કેલ પડી જાય છે,જ્યારે તમે તકલીફમા હોવ ત્યારે ફેસ ટુ ફેસ મળેલાં સબંધો જ કામ લાગે છે…જે કામમાં આવે છે,એવા આ સબંધો કામમાં નથી આવતાં આ સોશિયલ મિડિયાવાળા સંબંધો કામ ચલાઉ અથવા તો તાળી મિત્રની કેટેગરીમાં આવે છે…જ્યારે મદદ માગો ત્યારે ૧૦૦૦ બ્હાના હોય છે.તમને ટાળવાના તો આવા બનાવટી સબંધોને મહત્વ શું કામ આપવું આ સમજશક્તિ બહારની વાત છે.તમારા કપરા સમયે આંસુ લૂછવા કોઈ નહીં આવે,તો બનાવટી સબંધોનો આટલો મોહ શું કામ છે,મને તો હજી સમજ નથી પડી રહી.
સબંધીઓ એક ગામમાં તો શું જોડે રહેવા છતાંય દૂર રહે છે.લાગણી અને હૂંફની વાત તો ભૂલી જાવ. દા.ત તરીકે સોશિયલ મિડિયામાં આવતા નેગેટિવ વિડિયો જોતાં પાડોશીઓ તો શું સગા ભાઈ અને પિતા તરફ પણ વિશ્વાસ ઓ પર પણ વિશ્વાસ મૂકતા અચકાય છે,વિચારો અને લાગણીઓ તમે વ્યક્ત તો કરી શકો છો,પણ તમે જાણે અજાણે તમારા શબ્દો અથવા તો ડ્રેસિંગ થકી લોકોની સામે એવા ટ્રોલ થાવ છો,તમારા શબ્દ શબ્દોથી ટ્રોલ થાય છે અથવા તો તમારી કૃતિ થી
કે મોઢું છૂપાવવા જગ્યા નથી મળતી.
ઉદા. અમિતાભ બચ્ચન કેબેસીમા એકવાક્યથી ટ્રોલ રહ્યા કેબેસી પર બેન લગાડ્યું,એકતા કપૂરની ટટટઙ્મ મૂવી અનૈ સૈફ અલી ખાનની તાંડવ વેબસિરિઝ
જે ખુબ ચર્ચાસ્પદ રહી,લોકો દંભી પોપ્યુલારીટીને હકીકત માનતા થયા છે.
અમૂક વેબસિરિઝે લોકોને પ્રેરણા પણ પુરી પાડી છે,પણ લોકોની સાઈકોલોજી “દિલ હૈ કી માનતા નહીં” ફેક્ટને કાલ્પનિક રીતે જીવવા ટેવાઈ ગયા છીએ. એટલે સારી વસ્તુ મનમાં ન ઉતરતા અસમાજીક વસ્તુ દિલને ભાવી ગઈ છે,
પરિણામે દરેક માણસ સતત ચિંતા,બેચેન,
ડિપ્રેશન,નિરાશા,ફોબિયાથી પિડાયેલો જોવા મળે છે.સોશિયલ મિડિયા જ્ઞાન પ્રાપ્તિ પૂરતું સિમિત રહે તો સારી વાત છે,પણ જ્યારે માણસના મગજમાં તે હાવી થઈ જાય તો માણસને ખોખલો કરી નાંખે છે,દમહીન કરી નાંખે.
સોશિયલ મિડિયા એક નશો બની ગયો છે.દરેક માણસ જાણે અજાણે આ નશાનો બંધાણી છે જ,એ વાતમાં કોઈ શંકા નથી.
સોશિયલ મિડિયાએ જાણે અજાણે આપણી એકલતામા મિત્રની ભૂમિકા પણ નિભાવી.કોરોનાના સમયમાં સોશિયલ મિડિયાએ તમારી એકલતા તો દૂર કરી પણ કોરોનાના એવા તે સમાચાર કે વિડિયો વાયરલ કર્યા માનવજાત ભયમાં રહે.કોરોનાવાળો માણસ તો બધા માટે અસ્પૃશ્ય બની જાય,જેને પરિવારના સભ્યો ગુમાવ્યા છે,એમનુ સોશિયલ મિડિયા બન્યું છે ખરું?? કેટલી હદે કોરાના રોગનો કાગનો વાઘ કરાયો છે,કે જ્યાં સુધી માનવજાત અરાજકતા અને અસુરક્ષિતતા અનુભવે ત્યાં સુધી.હવે ઓમિક્રોનની ચર્ચા એ જોર પકડ્યું છે.
સોશિયલ મિડિયા વાયરલ થતા વિડિયો લોકોને પ્રેરણા પુરી પાડે છે,એ પાંચ ટકા મોટાભાગના વિડિયોની થીમ બનાવટી પ્રેમ,સેક્સ, ડ્રગ્સનુ સેવન,એક્શનને
જે કૂણા માનસ પર ગંભીર અસર કરે છે,જેવા કે એડલ્ટ અને અશ્લીલ વિડિયો…જેવા કે રાગીણી એમ.એમ.એસ.,પોર્ન વિડિયો.બાલાજી ટેલિફિલ્મ દ્વારા અપલોડ થતી વેબસિરિઝ,આશ્રમ,
સવિતાભાભી એમ એમ એસ,સાઉથ ફિલ્મોમા મોટે ભાગે એક્શન સીન વધુ જોવા મળે છે.સમાજને ગેરમાર્ગે દોરે છે,
કાલ્પનિક પ્રેમકથા જે વાસ્તવિક જીવનથી તમને દુર લઈ જાય છે…
કોરોનાના સમયમાં સ્કુલને કોલેજ બંધ હોવાથી બાળકોના સ્વભાવમાં ચિડિયાપણુ,
અંતર્મુખીપણુ,જોવા મળે છે.બે પેઢી વચ્ચે પ્રવર્તતા મતભેદોમાં સોશિયલ મિડિયા ઉદ્દિપકનું માધ્યમ રહ્યું છે.
સોશિયલ મિડિયા મા માણસો પ્રસિદ્ધિ મેળવવા માટે એવા તે અંધ બને છે,કે બીજાના ચારિત્ર્ય પર કિચડ ઉછાળવુ,કોઈને માનસિક ઠેસ પહોંચે એવી પોસ્ટ મૂકવી,અપમાનજનક વાધાજનક વિડિયો વાયરલ કરવા,જેથી અરાજકતા અને દેશની એકતા દોરવાય.હિંદુ લોકોને દેવી દેવતાના વિડિયો માટે ઉપસાસવામા આવે તો મુસ્લિમોને અલ્લાહને લગતા વિડીયો માટે ઉપસાવી દેશમાં કોમવાદ,જ્ઞાતિવાદ જેવી પ્રથાઓને હવા આપવાનું કામ કરે છે.બંધ કરો દેશને વિભાજીત કરવાનું કામ,હિન્દુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ,જૈન,સૌ ભાઈ બહેનોને પ્રેમભાવથી રહેવું છે,અમને રહેવા દો,કોઈ ગંદકી ન વાયરલ કરો એવી જેથી એક ભાઈ બહેનની લાગણી દુભાય.
ભારત અને પાકિસ્તાનના સબંધો બગડ્યા હોય તો એના માટે જવાબદાર હોય સોશિયલ મિડિયાના ભડકાઉ આપત્તિજનક વિડીયો,જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય તો લોકો મેચને ગેમ કે મનોરંજન રીતે ન જોતાં એક યુદ્ધની રીતે જોવામાં આવે છે,જેનાથી બે દેશોની વચ્ચે માહોલ ગરમાયેલો રહ્યો છે,ભારતમાં સૈનિકો શહીદ થાય તો પાકિસ્તાન આનંદ મનાવે ને પાકિસ્તાનમા આવી પરિસ્થિતિ સર્જાય તો ભારતમાં આનંદ મનાવાય,વેરઝેર વધારવામાં બે દેશોના સંબંધોને કલંકિત કરવામાં સોશિયલ મિડિયા પર બતાવવામાં આવતાં વિડિયો જેને અહમ ભૂમિકા નિભાવી છે…
– શૈમી ઓઝા “લફ્ઝ”

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભારત પાસે દુનિયાથી સારી રસી છે, નવા વેરિયન્ટથી સચેત રહો : મોદી