છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૬૯૮૭ નવા કેસ નોંધાયા

26

૧૬૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે : ૭૦૯૧ લોકો કોરોના સામે જંગ જીત્યા છે : દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૬,૭૬૬ પર પહોંચી ચુકી છે
નવી દિલ્હી, તા.૨૬
ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૨૯માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૯૮૭ નવા કેસ નોંધાયા છે અને ૧૬૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૭૦૯૧ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૬,૭૬૬ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૩૩૭૭ કેસ નોંધાયા છે અને ૧૧૫ સંક્રમિતોના મોત થયા છે. ઓમિક્રોનના કુલ કેસ ૪૨૨ થયા છે. ૨૫ ડિસેમ્બરે ૭૧૮૯ નવા કેસ અને ૩૮૭ સંક્રમિતોના નિધન થયા હતા. ૨૪ ડિસેમ્બરે ૬૬૫૦ કેસ અને ૩૭૪ સંક્રમિતોના મોત થયા હતા. ૨૩ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ અને ૪૩૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૨૨ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ ૩૧૮ સંક્રમિતોના મોત થયા હતા. ૨૧ ડિસેમ્બરે ૫૩૨૬ નવા કેસ અને ૪૫૩ સંક્રમિતોના મોત થયા હતા. ૨૦ ડિસેમ્બરે ૬૫૬૩ નવા કેસ અને ૧૩૨ સંક્રમિતોના મોત થયા હતા. ૧૯ ડિસેમ્બરે ૭૦૮૧ નવા કેસ અને ૨૬૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૮ ડિસેમ્બરે ૭૧૪૫ નવા કેસ સામે આવ્યા હબતહતા અને ૨૮૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૭ ડિસેમ્બરે ૭૪૪૭ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૩૯૧ સંક્રમિતોના મોત થયા હતા. ૧૬ ડિસેમ્બરે ૭૯૭૪ નવા કેસ અને ૩૪૩ સંક્રમિતોના મોત થયા હતા. ૧૫ ડિસેમ્બરે ૬૯૮૪ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૨૪૭ લોકોના મોત થયા હતા. ૧૪ ડિસેમ્બરે ૫૭૮૪ નવા કેસ અને ૨૫૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે ૭૩૫૦ નવા કેસ અને ૨૦૨ લોકોના મોત થયા હતા. ૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં અત્યાર સુધીમાં ૧૪૧, ૩૭,૭૨,૪૨૫ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૩૨,૯૦,૭૬૬ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૯,૪૫,૪૫૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ જોઈએ તો હાલમાં કુલ કેસ ૩ કરોડ ૪૭ લાખ ૮૬ હજાર ૮૦૨ છે. જ્યારે કેસ ડિસ્ચાર્જનો આંક ૩ કરોડ ૪૨ લાખ ૩૦ હજાર ૩૫૪ છે. એક્ટિવ કેસની સંખ્યા ૭૬ હજાર ૭૬૬ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૪ લાખ ૭૯ હજાર ૬૮૨ ઉપર પહોંચી ગયો છે.