મોંઘા માસ્કના બદલે સર્જિકલ માસ્કનો ઉપયોગ હાલમાં વધ્યો

322

વારંવાર પોતાનું સ્વરુપ બદલતા વાયરસથી બચાવ માટે N95 કે પછી FFP2 માસ્ક રહેરવું જોઈએ : નિષ્ણાત
પુણે, તા.૨૬
દેશમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે આવામાં હવે રાજ્યોની અને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર ટાસ્ક ફોર્સ દ્વારા લોકોને ઓમિક્રોન સંક્રમણથી બચવા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અને માસ્કની બાબતે વધારે સચેત થવા માટેની સલાહ આપી છે.”FFP2 માસ્ક કોઈ આશ્ચય વિનાનું યોગ્ય ફિટિંગવાળું માસ્ક છે. એટલે કે જો FFP2 માસ્ક પહેર્યું હોય તો ૧૦૦૦ માત્ર એક જ વ્યક્તિને સંક્રમણ લાગવાનો ખતરો છે. જો સર્જિકલ માસ્કમાં ૧૦માંથી ૧ વ્યક્તિને સંક્રમણ લાગવાની શક્યતાઓ રહેલી છે. આવામાં માસ્ક બદલવાનો સમય આવી ગયો છે, જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે અને જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે તેમણે ખાસ સાવધાની રાખવાની જરુર છે.” મહારાષ્ટ્રના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશી જણાવે છે કે, “કોવિડ એરબોર્ન ડ્રોપલેટ વાયરસ છે. જો યોગ્ય ફિટિંગવાળું માસ્ક પહેર્યું હશે તો હવામાં રહેલો વાયરસ શરીરમાં જઈ શકે છે, જો કપડાના માસ્કની સાથે સર્જિકલ 3-ply માસ્કનો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારું રક્ષણ મળશે.” વુહાનથી નીકળેલો વાયરસ સમય જતા વધારે શક્તિશાળી બની રહ્યો છે.