ભાવનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આમરણાંત ઉપવાસના સાતમાં દિવસે બાળાઓના હસ્તે જ્યુસ પી પારણાં કર્યા

105

આપ દ્વારા આસિત વોરાને બરખાસ્ત કરવા તેમજ પરિક્ષાર્થીઓને વળતર મળે તેવી માગ સાથે આમરણાંત ઉપવાસ કરાયુ હતું : આપના નેતા મહેશ સવાણીની તબિયત ખરાબ થતાં પારણાં કર્યા
રાજ્યમાં પેપર લીક મામલે હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. જેને લઈ ભાવનગર શહેર આમઆદમી પાર્ટીના કાર્યાલય ખાતે કેટલાક કાર્યકર્તાઓ આમરણાત ઉપવાસ પર બેઠા હતા. જેનો આજરોજ ઉપાસના સાતમાં દિવસે નાની બાળાઓના હાથે જ્યુસ પી પારણાં કર્યા હતા. શહેર પ્રમુખ મહિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મહેશ સવાણીની તબિયત વધુ ખરાબ થતાં અમે મહેશભાઈની ખોટ સહન નહીં કરી શકીએ, માટે એમને પારણાં કરાવવામાં જ સૌનું હિત જોયું છે. સાત દિવસના આમરણાંત ઉપવાસથી આ અભિમાની અને દયાહીન સરકારને કોઈ જ ફરક પડતો નથી. સાત દિવસના અથાગ ઉપવાસ પછી પણ આ બેહરી, મુંગી અને આધળી સરકારને કોઈપણ જાતની અસર થઈ નથી. વધુમાં જણાવ્યું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાને બરખાસ્ત કરવા તથા કાયદાકીય કાર્યવાહી કરવા અને પરિક્ષાર્થીઓને વળતર મળે તેવી માગ હાલમાં કરવામાં આવી રહી છે.
પેપર લીક થવાની ઘટના કાયમી બંધ થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટી છેવટ સુધી લડી લેવાના મૂડમાં છે. હવે આ લડત યુવા મોરચા દ્વારા આગળ ચલાવશે. સાત દિવસ મહાત્મા ગાંધીજી બાપુનો માર્ગ આ સરકારને નથી સમજાતો હવે બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ બે દિવસમાં સરકાર યોગ્ય માંગ પૂર્ણ નહીં કરે તો વિદ્યાર્થીઓના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓના સમર્થન દ્વાર ભગતસિંહના માર્ગે આગળ આવીશું. વર્તમાન સરકાર જે ભાષામાં સમજશે એ ભાષાનો ઉપયોગ કરી કોઈ પણ ભોગે અસિત વોરાને પદભ્રષ્ટ કરાવીને જ ઝપીશું. આ પારણાં દરમિયાન ‘આપ’ના પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો તેમજ મહિલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સાધન સહાય અને લાભ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગર શહેરના એરપોર્ટ કોલોની પાસે રહેતા જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું