ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે કોલેજ વિભાગનો બે દિવસીય એક્સેલ એક્સપ્રેશન સ્પર્ધાનો આજથી પ્રારંભ

396

બે દિવસ દરમિયાન જુદી-જુદી કોલેજના 420થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશ
સુમીટોમો કેમિકલ્સ ભાવનગર દ્વારા તા.1 અને 2 જાન્યુઆરી, શનિ અને રવિવાર, બે દિવસ માટે શિશુવિહાર સંસ્થા ખાતે એક્સેલ એક્સપ્રેશન કોલેજ વિભાગની શિશુવિહાર સંસ્થા ખાતે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુગમ ગીત, સમાચાર વાંચન તથા તત્કાલ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આજે તા.1 જાન્યુઆરીને શનિવારે સવારના સમયે કોલેજ વિભાગની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં સુગમ ગીત, સમાચાર વાંચન, તત્કાલ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જ્યારે બપોરે બાદ લોકગીત તથા લોકનૃત્ય સ્પર્ધામાં અસલ કાઢીયાવાડી રંગમાં સ્પર્ધકો લોકોના મન ડોલાવ્યા હતા. આવતીકાલે રવિવારના રોજ સવારે ડિબેટ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગ્રૂપ સોંગ જેવી સ્પર્ધા યોજાશે. જ્યારે બપોરે બાદ મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે અને ત્યારબાદ બે દિવસ દરમિયાન વિજેતાઓને એવોર્ડ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે. સુમીટોમો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંસ્થા ખાતે એક્સપ્રેસ નો આજથી પ્રારંભ થયો હતો જેમાં બે દિવસ દરમિયાન જુદી-જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ બે દિવસ દરમિયાન 420 થી જુદી જુદી કોલેજના સ્પર્ધકો ભાગ લેશે. શીશુવિહાર સંસ્થાના પટાંગણમાં ઍક્સેલ એક્સપ્રેશન 2021 અંતર્ગત જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ શનિવારના રોજ સુગમ ગીત માં 31, સમાચાર વાંચન 38 તથા તત્કાલ ચિત્ર 31 સ્પર્ધકો ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સતિષભાઈ મહેતા, રોબર્ટ ફર્નાન્ડીઝ, પરેશભાઈ પાઠક, વનરાજસિંહ ચાવડા, ચેતન ભાઈ પરમારએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગરમાં ઈનર વ્હીલ ક્લબ દ્વારા આત્મનિર્ભર પ્રોજેક્ટ લોન્ચ કરાયો, બેટરીવાળી સાઈકલ અને સિલાઈ મશીન સહિતનું વિતરણ કરાયું
Next articleભાવનગર મહાપાલિકાએ એક સાથે 26 ટીમો મેદાનમાં ઉતારી બાકીદારોની મિલકતો જપ્ત કરી