’ગિજુભાઈ બધેકા’ આનંદદાયી બાળમેળો અને જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરાયું

191

તા.૩૧-૧૨-૨૦૨૧? ના રોજ શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ માં ય્ઝ્રઈઇ્‌ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રેરિત ધોરણ – ૧ થી? ૫ માટે ’ગિજુભાઈ બધેકા’ આનંદદાયી બાળમેળો અને ધોરણ-૬ થી ૮ માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સદસ્ય અને શાળાના પ્રભારી શ્રી સંજયભાઈ બારૈયા,આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટ અને નાના બાળકોએ દિપ પ્રાગટય કરી આ બાળમેળાને ખુલ્લો મુક્યો હતો.સંજયભાઈ એ બાળકોની સાથે હળવી શૈલીમાં વાતો કરી માર્ગદર્શન આપ્યું હતું અને રસપુર્વક બાળમેળાને માણ્યો હતો. આ બાળમેળા માં ધોરણ-૧ થી ૫ માટે બાળવાર્તા, હાસ્ય દરબાર,બાળગીત,અભિનય ગીત,બાળ રમતો,ચિટક કામ,રંગપુરણી,ગડીકામ વગેરે જેવા વિભાગોમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને ખૂબ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું. જીવન કૌશલ્ય આધારિત બાળમેળા માં રોજીંદા જીવનમાં ઉપયોગી એવી પ્રવૃત્તિઓ તેમજ? બાળકોની સર્જનાત્મક શક્તિ વિકસે એ માટે ચાલો શીખીએ વિભાગમાં ઈસ્ત્રીનો ઉપયોગ,ફ્યુઝ બાંધવો,સાયકલ પંક્ચર,વિવિધ સાધનોનો જેવા કે હથોડી, પક્કડ,અન્ય પાના નો ઉપયોગ.સર્જનાત્મકતા વિભાગમાં વેસ્ટ માંથી બેસ્ટ,મહેંદી મુકવી,હેર સ્ટાઇલ,માટીકામ,બટેટા ભૂંગળા-ભેળનો સ્ટોલ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.વેશભુષા-પર્યાવરણ-સ્વચ્છતા વિભાગમાં બાળકો અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈ આવ્યા હતા.બેંક વ્યવહાર,માપન,પર્યાવરણ જાગૃતિ પ્રદર્શન, પુસ્તક પ્રદર્શન,સુશોભન,દિવાસળીના કોયડા, રંગોળી બનાવવી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.શાળાના બાળકોએ ખૂબ ઉત્સાહથી દરેક પ્રવૃતિઓમાં ભાગ લીધો અને ખૂબ આનંદ સાથે બાળમેળાને માણ્યો હતો.શાળા પરિવારે આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે બાળમેળાને સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો.

Previous articleલાખણકા અને હમીપરા ગામામાં જળશયોનું સંરક્ષણ અને સરક્ષિત કરવાના ઉપાયો વિષય અંતર્ગત પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Next articleમાસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધામાં ગૌરવ વધારતા ભાવનગરના લાલજીભાઇ