સૂર્યદર્શન ફોટો પ્રદર્શન ખુલ્લું મુકાયું

31

આજરોજ સરદાર નગર ખાતે ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરીમાં પ્રિયાબા જાડેજાના ફોટોગ્રાફ્સ સૂર્યદર્શન પ્રદર્શન ભાવનગરના મેયર શ્રી કીર્તિબેન દાણીધારીયા અને ક્લેક્ટરશ્રીયોગેશ નિર્ગુદેના હસ્તે ખુલ્લુ મૂકાયું . આ પ્રસંગે ઉષાબેન પાઠક અમુલ પરમાર અજય ચૌહાણ , જીગ્નેશ ઠાકર તથા અજીતસિંહ વાજા હાજર રહ્યા હતા આ પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા ભાવનગરના મેયર શ્રી કીર્તિબેન જણાવ્યું કે નવા વર્ષમાં પ્રથમ સૂર્યના દર્શન પ્રદર્શનરૂપે થયા જ્યારે ઉપસ્થિત ક્લેક્ટરશ્રીએ જણાવ્યું કે ફોટોગ્રાફી ક્ષેત્રે દીકરીઓ કાર્યરત છે તે જાણીને મને ખૂબ આનંદ થયો છે અને દરેક દીકરીને દરેક માતાપિતાએ પ્રોત્સાહન આપવું જોઈએ આ પ્રદર્શન વંતારીખ ૧ / ૨ / ૩ જાન્યુઆરી ૨૦૨૨ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે . આ પ્રદર્શન લલિત કલા અદમી ના સહયોગથી યોજવામાં આવેલ છે .