૩ જાન્યુઆરી એટલે ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ્‌ અને ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફુલેનો જન્મ દિવસ

36

સાવિત્રીબાઈનો જન્મ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના નાયગાવ ખાતે ૩ જાન્યુઆરી ૧૮૩૧ના રોજ થયો હતો. તેઓ લક્ષ્મી અને ખાંડોજી નેવેશે પાટિલના સૌથી મોટા પુત્રી હતા. તેમના માતાપિતા માળી સમુદાયના હતા. ૧૦ વર્ષની ઉંમરે તેમના લગ્ન જ્યોતિરાવ ફુલે સાથે થયા. ફુલે દંપતી નિઃસંતાન હતું પરંતુ તેમણે બ્રાહ્મણ વિધવાના પુત્ર યશવંત રાવને દત્તક લીધો હતો.
ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ્‌ અને કવિ હતાં. તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે. તેમણે પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું. ફુલે દંપતીએ ૧૮૪૮માં પુણેના ભીડેવાડામાં પહેલી ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી હતી. તેમણે જાતિ અને લિંગના આધાર પર લોકો સાથે થતા અનુચિત વ્યવહાર અને ભેદભાવને સમાપ્ત કરવાનું કાર્ય કર્યું. મહારાષ્ટ્રમાં સમાજ સુધાર આંદોલનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. સમાજસેવી અને શિક્ષણવિદ ફુલે મરાઠી સાહિત્યના અગ્રગણ્ય લેખિકા તરીકે પણ જાણીતા છે સાવિત્રીબાઈ ફુલે કવિયત્રી પણ હતા. તેમને મરાઠીની આદિકાવીયાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
શાળાએ જવા માટે નીકળી તો ખાધા પત્થર અને દેશની પ્રથમ એવી શાળા છોકરીઓ માટે ખોલી હતી
એવુ કહેવાય છે કે જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શાળાએ જતા ત્યારે લોકો પથ્થર ફેંકતા હતા. તેમના પર છાણ પણ ફેંકતા હતા. સાવિત્રીબાઈએ તે જમાનામાં છોકરીઓ માટે શાળા ખોલી જ્યારે છોકરીઓને ભણાવવી-ગણાવવી યોગ્ય નહોતુ કહેવાતુ. લગભગ ૧૫૦ વર્ષ પહેલા સાવિત્રીબાઈ ફૂલેએ મહિલાઓને પુરુષોના સમકક્ષ અધિકાર આપવાની વાત કરી હતી. સાવિત્રીબાઈએ માત્ર મહિલા અધિકારો પર જ કામ નથી કર્યું, પરંતુ તેમણે કન્યા ભૃણ હત્યાને રોકવા માટે પ્રભાવી પહેલ કરી હતી. તેમણે માત્ર અભિયાન નથી ચલાવ્યુ, પરંતુ તેમણે નવજાત બાળકીઓ માટે આશ્રમ પણ ખોલ્યો હતો. જેમાં તેમની રક્ષા કરી શકાય.
સાવિત્રીબાઈ ફૂલેના લગ્ન ૯ વર્ષની ઉંમર જ જ્યોતિબા ફુલે સાથે થઈ ગયા હતા. તેમના પતિ જ્યોતિબા ફૂલે સમાજસેવી અને લેખક હતા. જ્યોતિબા ફૂલેએ સ્ત્રીઓની દશા સુધારવા અને સમાજમાં તેમને ઓળખ અપાવવા માટે ૧૮૫૪માં એક સ્કૂલ શરૂ કરી હતી. તે દેશની પ્રથમ એવી શાળા હતી, જેને છોકરીઓ માટે ખોલવામાં આવી હોય યુવતીઓને ભણાવવા માટે શિક્ષક ના મળ્યા, તો તેમણે થોડા દિવસ માટે પોતે આ કામ કરીને પોતાની પત્ની સાવિત્રીને તેના યોગ્ય બનાવી દીધા. સાવિત્રીબાઈ ફુલે ભારતની પહેલી પ્રિન્સીપલ બન્યા. કેટલાક લોકો શરૂઆતથી જ તેમના કામમાં અડચણ ઉભી કરતા હતા. પરંતુ જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે હિંમત હાર્યા નહીં અને તેમણે યુવતીઓ માટે ૩-૩ સ્કૂલ શરૂ કરી દીધી
કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો
સાવિત્રીબાઈએ ૧૯મી સદીમાં અસ્પૃશ્યતા, સતી, બાળલગ્ન અને વિધવા વિવાહ પ્રતિબંધ જેવા દુષણો સામે તેમના પતિ સાથે મળીનેહકામ કર્યું હતું. સાવિત્રીબાઈએ આત્મહત્યા કરવા જઈ રહેલી એક વિધવા બ્રાહ્મણ સ્ત્રી કાશીબાઈની પોતાના ઘરમાં ડિલીવરી કરાવી અને તેના બાળક યશવંતને પોતાના દત્તક પુત્ર તરીકે લીધો. દત્તક પુત્ર યશવંત રાવનો ઉછેર કરીને તેમને ડોક્ટર બનાવ્યા.
બાળહત્યા પ્રતિબંધક ગૃહ બનાવ્યું
સાવિત્રીબાઈ એ પછી મજુરો-ખેડૂતો માટે રાત્રિશાળાઓ ખોલી, પ્રૌઢશિક્ષણનાં વર્ગો ચલાવ્યા. શિક્ષણનાં આ ભગીરથ કાર્યની સાથે સાથે તેમણે ઘર કરી ગયેલા સામાજિક રીતરીવાજો પર પ્રહારો કરવાના તો ચાલુ જ રાખ્યા. ૧૮૬૮માં તેમની અછૂતોને પોતાના કુવા પરથી પાણી પીવાની છૂટ આપી. વિધવાઓ પુનઃલગ્ન કરે એ સુધારાની ખુલ્લેઆમ હિમાયત કરી. તેમને સમાજમાં જાતીય શોષણનો ભોગ બનનાર સ્ત્રીઓ નિર્ભયપણે બાળકને જન્મ આપી શકે, બાળક સારી રીતે ઉછરી શકે તે માટે ’બાળહત્યા પ્રતિબંધક ગૃહ’ ની સ્થાપના કરી.
મહિલા સેવા સદનની સ્થાપના કરી
સ્ત્રી સમાનતાનાં આગ્રહી સાવિત્રીબાઈએ સ્ત્રીઓ પોતાના હકો માટે જાગૃત થાય અને સ્વમાનભેર જીવતા શીખે તે માટે ’મહિલા સેવા સદન’ નામની સંસ્થા પણ સ્થાપી હતી. તેઓ એક કવિયત્રી પણ હતાં.
આસી.પ્રો.ડો સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ -ભેસાણ