દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭,૫૫૩ નવા કેસ નોંધાયા

95

જાન્યુઆરીના બે દિવસમાં જ ૫૦ હજારથી વધુ કેસ : ઓમિક્રોનના કુલ કેસ ૧૫૨૫ થયા છે : દેશમાં અત્યાર સુધીમાં ૧૪૫,૪૪,૧૩,૦૦૫ લોકોનું રસીકરણ થયું છે
નવી દિલ્હી, તા.૨
ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ચિંતાનો માહોલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૨૭,૫૫૩ નવા કેસ નોંધાયા છે અને ૨૮૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧,૨૨,૮૦૧ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮ ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ ૧૫૨૫ થયા છે. ૧ જાન્યુઆરીએ ૨૨,૭૭૫ નવા કેસ નોંધાયા હતા અને ૪૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૪૫,૪૪,૧૩,૦૦૫ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૨૫,૭૫,૨૨૫ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૧,૧૦,૮૫૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ જોઈએ તો કુલ કેસ ૩ કરોડ ૪૮ લાખ ૮૯ હજાર ૧૩૨ નોંધાયા છે. કેસ ડિસ્ચાર્જની સંખ્યા ૩ કરોડ ૪૨ લાખ ૮૪ હજાર ૫૬૧ થઈ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૧ લાખ ૨૨ હજાર ૮૦૧ થઈ ગઈ છે. કુલ મૃત્યુઆંક ૪ લાખ ૮૧ હજાર ૭૭૦ ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે જારી રહ્યો છે. શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનોના ૧૦૬૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે. આમ, શુક્રવારની સરખામણીએ શનિવારે કોરોનાના દૈનિક કેસમાં ૬૫%નો વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા હોય તેવું ૪ જૂન એટલે કે ૨૧૧ દિવસમાં પ્રથમવાર બન્યું છે. ૨૬ જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં સૌથી વધુ ૩૯૨૭ એક્ટિવ કેસ નોંધાયા છે.
ઓમિક્રોનને લઇને વિદેશી વૈજ્ઞાનિકનો મોટો દાવો, ભારતનો એક પણ ખૂણો ઓમિક્રોનથી બચશે નહી
ગયા વર્ષ ૨૦૨૦ની જેમ સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોને પણ ઘણા રાજ્યોમાં પોતાનો પગપેસારો કરી લીધો છે. એવામાં ઓમિક્રોન અને ભારતને લઇને ચિંતાજનક સમાચાર આવ્યા છે. જોકે કોરોનાને લઇને પહેલાં પણ ભારતને એલર્ટ કરી ચૂકેલા કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલા જજ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર પોલ કટ્ટુમને કહ્યું છે કે ભારતનું એક પણ રાજ્ય અને ખૂણો આ ઓમિક્રોનની લહેરથી બચશે નહી. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને યુકેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ દ્વારા વિકસિત ઇન્ડિયા કોવિડ-૧૯ ટ્રેકરનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે નવા કેસોમાં વધારો થવાનો દર ૧૫ રાજ્યોમાં ચિંતાનો વિષય છે.

Previous articleપહેલાંની સરકારોએ લોકો સાથે ગંદી રાજરમત રમી છે : વડાપ્રધાન
Next articleમોદીએ મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્‌સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો