પ. બંગાળમાં આજથી શાળા-કોલેજ બંધ કરવા નિર્ણય

97

વધુ એક રાજ્યમાં લાગ્યા આકરા પ્રતિબંધો : ઓમિક્રોનની સ્થિતિને જોતા સ્પા, સલૂન, બ્યૂટી પાર્લર, સ્વિમિંગ પૂલ, પક્ષીઘર અને મનોરંજન પાર્ક બંધ રહેશે
કોલકત્તા, તા.૨
ઓમિક્રોનની સ્થિતિને જોતા પશ્ચિમ બંગાળે સોમવારથી કોરોના વાયરસ બીમારીને સંબંધિત અનેક પ્રતિબંધો લગાવ્યા છે, જે હેઠળ રાજ્યમાં શાળા અને કેલોજે બંધ થશે. આ સિવાય શોપિંગ મોલ, માર્કેટ કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટ અને બાર પર પણ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. શોપિંગ મોલ, માર્કેટ કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્સ અને બાર પોતાની કુલ ક્ષમતાના માત્ર ૫૦ ટકાની સાથે કામ કરશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ સરકાર તરફથી પ્રતિબંધોની જાહેરાત રવિવારે રાજ્યના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ કરી હતી. તેમણે આદેશમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં સોમવાર, ૩ જાન્યુઆરી ૨૦૨૨થી બધી શાળા, કોલેજ, વિશ્વ વિદ્યાલય, સ્પા, સલૂન, બ્યૂટી પાર્લર, સ્વિમિંગ પૂલ, પક્ષીઘર અને મનોરંજન પાર્ક બંધ રહેશે. તમામ સરકારી અને ખાનગી ઓફિસ ૫૦ ટકા ક્ષમતા પર કામ કરશે. તમામ વહીવટી બેઠકો ઓનલાઇન આયોજીત થશે. પશ્ચિમ બંગાળમાં સાંજે સાત કલાક સુધી ૫૦ ટકા ક્ષમતા સાથે લોકલ ટ્રેન ચાલશે. સાંજે સાત કલાક બાદ કોઈપણ લોકલ ટ્રેન ચાલશે નહીં. પરંતુ લાંબા અંતરની ટ્રેન યથાવત રહેશે. પશ્ચિમ બંગાળના તમામ પર્યટન સ્થળ સોમવારથી બંધ રહેશે. દિલ્હી અને મુંબઈથી કોલકત્તા માટે ઉડાનોને સપ્તાહમાં માત્ર બે દિવસ- સોમવાર અને શુક્રવારે મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં તમામ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સમારહોએ તે નક્કી કરવું પડશે કે વધુમાં વધુ ૫૦ લોકોની હાજરી હોય. શોપિંગ મોલ અને માર્કેટ કોમ્પ્લેક્સમાં ક્ષમતાના ૫૦ ટકાથી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં અને તે રાત્રે ૧૦ કલાક સુધી ખુલ્લા રહી શકે છે. રેસ્ટોરન્સ અને બારમાં પણ માત્ર ૫૦ ટકા લોકો બેસી શકશે. તેને પણ રાત્રે ૧૦ કલાક સુધીની મંજૂરી આપવામાં આવી છે. સિનેમા હોલ અને થિએટરો માટે પણ સમાન પ્રતિબંધ અને સમય મર્યાદા લાગૂ રહેશે. એક વારમાં વધુમાં વધુ ૨૦૦ લોકો કે હોલની ૫૦ ટકા બેસવાની ક્ષમતા, જે પણ ઓછી હોયની સાથે મીટિંગ અને કોન્ફરન્સને મંજૂરી હશે. લગ્ન સમારહોમાં ૫૦થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં. અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ૨૦થી વધુ લોકોને મંજૂરી મળશે નહીં. કોલકત્તા મેટ્રો સેવાઓ સામાન્ય પરિચાલન સમય અનુસાર ૫૦ ટકા ક્ષમતા સાથે સંચાલિત થશે. રાત્રે ૧૦ કલાકથી સવારે ૫ કલાક વચ્ચે લોકો અને વાહન અને કોઈપણ પ્રકારના જાહેર સમારહોની અવરજવર પ્રતિબંધ રહેશે. માત્ર જરૂરી અને ઇમરજન્‌ સી સેવાને મંજૂરી આપવામાં આવશે.

Previous articleરાજધાની સહિત દેશભરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
Next articleરાણપુરની જન્મભૂમિ હાઈસ્કુલના વિદ્યાર્થીઓને વેક્શિન આપવાનુ ચાલુ,500 વિદ્યાર્થીઓને વેક્શિન આપવામાં આવશે..