ખોડલધામ જીલ્લા સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકતે

43

લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતિક ખોડલધામ કાગવડ ભક્તિ દ્રારા એકતાની શક્તિ ના સુત્ર ને સાર્થક કરી સમગ્ર દેશના લેઉવા પટેલ સમાજને એક તાતણે કરતા ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પુર્ણ થતા 21/1/2022 ના રોજ ખોડલધામ- કાગવડ ખાતે ભવ્ય પંચમ પાટોત્સવ-22 ની ઉજવણીના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન આદરણીય નરેશભાઇ પટેલ આમંત્રણ આપવા સપ્તપદી હોલ- કાળીયાબીડ ભાવનગર ખાતે પધારી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાવનગર જીલ્લાના તમામ તાલુકાઓના પાલીતાણા, ગારીયાધાર, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર-ઘોઘા, તળાજા, મહુવા તાલુકો તથા ભાવનગર મહાનગરના વોર્ડના નવા નિમણૂક થયેલ તથા જુના તમામ કન્વીનરોની ઉપસ્થિતીમાં નરેશભાઈ પટેલ તમામ કન્વીનરોને ખેસ પહેરાવીને સન્માન કરશે, ત્યારે તેઓને ભવ્યાતી ભવ્ય સ્વાગત સહ અભિવાદન કરવા પટેલ સમાજના સર્વ ભાઇઓ- બહેનો, આગેવાનો ને તા.7/1/2022 ને શુક્રવારે બપોરે- 3:30 કલાકે ઉપસ્થિત રહેવાના છે, ત્યારે શ્રી ખોડલધામ જીલ્લા સમિતિ- ભાવનગર આમંત્રણ પાઠવે છે. સાથો-સાથ સવારે 10:30 કલાકે હીફલી-બોટાદ જીલ્લાને આમંત્રણ આપવા જશે ત્યારે આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી રમેશભાઇ ઝેડ મેંદપરા, વી.ડી. પટેલ , તથા ખોડલધામ જીલ્લા સમિતિના કન્વીનર રાજુભાઇ રાબડીયા, રસીકભાઇ ઝાલાવાડીયા તથા સમગ્ર જીલ્લા ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.