ભાવનગર જિલ્લામાં આજે કોરોનના ૨૨ નવા કેસ, એકનું મોત

352

શહેરમાં ૬૭ અને ગ્રામ્યમાં ૮ દર્દીઓ મળી કુલ ૭૫ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગરમાં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસને પગલે સર્વત્ર ચિંતાનો માહોલ સર્જાયો છે.
ભાવનગર જિલ્લામાં આજે ૨૨ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૧૮ નવા કેસ નોંધાયા હતા જેમાં ૫ પુરુષનો અને ૧૩ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં પણ ૪ કેસ નોંધાયા હતા જેમાં ૩ પુરુષનો અને ૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લાના ઉમરાળા તાલુકાના ગામના એક મહિલા દર્દીનું મોત નીપજ્યું હતું. ભાવનગર સર ટી હોસ્પિટલની ૪૫ વર્ષીય મહિલા ડોક્ટર તથા પંજાબ બેંકનો કર્મચારી કોરોનાની ઝપડેમાં આવ્યો છે,તેમાંથી ૮ કેસો ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે, જ્યારે ૧૦ કેસની કોઈ હિસ્ટ્રી નથી, ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી આવેલા છે જેમાં દેવુબાગ, ગીતાચોક, સુભાષનગર, અનંતવાડી, વિદ્યાનગર, શિશુવિહાર, વોરાબજાર અને હિલડ્રાઈવ સહિતના વિસ્તારોમાં કેસો નોંધાયા છે.આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૬૭ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૮ દર્દી મળી કુલ ૭૫ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૯૬ કેસ પૈકી હાલ ૭૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૦ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleકૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણીનાં ભાગરૂપે “અજવાળાનાં વારસદાર” ૧૦ મું વિશિષ્ટ પ્રદર્શન
Next articleકંસારાના કાંઠે બીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી યથાવત