કંસારાના કાંઠે બીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી યથાવત

37

ભાવનગર મહાનગરપાલિકા ના ટાઉન ડેવલપમેન્ટ ટીમ દ્વારા સતત બીજા દિવસે કંસારાના કાંઠે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના કંસારા શુદ્ધિકરણ પ્રોઝેક્ટ અંતર્ગત પ્રોઝેક્ટ માં બાધારૂપ ૧૦૦૦ હજારથી વધુ કાચા પાકાં મકનો સહિતના દબાણો બાધારૂપ હોય ગત તા ૩૧ ડીસેમ્બરે તંત્ર દ્વારા કચરાની સાફસફાઈ સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ત્યારબાદ છેલ્લા બે દિવસથી કંસારાના કાંઠે ખડકાયેલ દબાણોને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં ગઈ કાલે તંત્ર એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી સાંજ સુધીમાં ૨૦૦ જેટલા દબાણો દૂર કર્યાં હતાં જેમાં સાંજ ઢળતા કામગીરી બંધ કરી હતી અને આજરોજ ફરી ટીમ વિશાળ કાફલા સાથે પુનઃ કંસારાના કાંઠે પહોંચી દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું આજે પણ બંદોબસ્ત સાથે પાક્કા મકાનોને પ્રથમ તોડી પાડવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ સ્થાનિકોને ખાત્રી થઈ ગઈ છે કે હવે “સત્તા સામે શાણપણ નકામું છે” આથી આ બાબતનો વિરોધ કરવાના બદલે તંત્ર ને જોઈતો સહયોગ આપી રહ્યાં છે તોડી પાડવામાં આવેલ દબાણોના કાટમાળ નો પણ તુરંત જ નિકાલ કરી આગળની કાર્યવાહી શરૂ જ કરી દેવામાં આવી છે આ વિવાદાસ્પદ મુદ્દાને નિહાળવા લોકો ના ટોળેટોળાં એકઠાં થઈ રહ્યાં છે.