જીએસટી વધારાના મામલે ફુટવેરના વેપારીઓમાં આક્રોશ

434

ભાવનગર હોલસેલ ફુટવેર મર્ચન્ટ એસોસિએશને રેલી કાઢી આપ્યુ આવેદનપત્ર
જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં ફુટવેર ઉદ્યોગ પર ૫% માંથી ૧૨% જી.એસ.ટી દર લાગુ કરવાનો પ્રસ્તાવ કરતા તેના વિરોધમાં આજે ભાવનગર હોલસેલ ફૂટવેર મર્ચન્ટ એસો. દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કાપડ ઉદ્યોગની જેમ ફુટવેર ઉદ્યોગમાં પણ પાંચ ટકા જીએસટી દર યથાવત્‌ રાખવા માગણી કરી હતી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ અને ફૂટવેર ઉદ્યોગ પર જીએસટી દર પાંચમાંથી ૧૨ ટકા કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવેલ જેમાં કાપડ ઉદ્યોગ દ્વારા વિરોધ કરાતા હાલ પૂરતો કાપડ ઉદ્યોગમાં પાંચ ટકા જીએસટી દર યથાવત રાખવામાં આવેલ પરંતુ ફુટવેરમાં ૧૨% જી.એસ.ટી કરાતા ફુટવેરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ચિંતિત બન્યા છે ફુટવેર પર વધારેલા જીએસટી દરને ફરીથી ૫% યથાવત રાખવાની માંગ સાથે આજે ભાવનગર હોલસેલ ફૂટવેર મર્ચન્ટ એસો. દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવેલ કે ફુટવેર પર જીએસટીના વધારાથી દેશની ગરીબ જનતા પર જ સીધો બોજો પડશે અને વેપારીઓને પણ ધંધો કરવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થશે હાલ મંદી અને મહામારીના સમયમાં જીએસટી દર વધારે હતા વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે લોકોની રોજીંદી જીવન જરૂરિયાતની વસ્તુમાં આવતા ફુટવેર પર જીએસટી દર વધારે હતા તેની સીધી અસર સામાન્ય માણસ પર થશે આથી જીએસટી દર પાંચ ટકા યથાવત રાખવા ભાર પૂર્વક માંગ કરવામાં આવી છે

Previous articleકંસારાના કાંઠે બીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી યથાવત
Next articleસુભાષનગરની આવાસ યોજનામાં સમસ્યાઓની ભરમાર