મોહમ્મદ હાફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો

403

કરાંચી,તા.૫
વર્ષ ૨૦૨૨ ની શરૂઆતમાં પાકિસ્તાનનાં ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, ટીમનાં અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. ૪૧ વર્ષીય મોહમ્મદ હફીઝ જમણા હાથનો બેટ્‌સમેન અને બોલર છે. પાકિસ્તાનનાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ક્રિકેટરોમાંનાં એક, હાફિઝે ૨૦૧૮ માં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ક્રિકેટ જગતમાં પ્રોફેસરનાં નામથી પ્રખ્યાત મોહમ્મદ હફીઝે ગદ્દાફી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરીને પોતાનો નિર્ણય જણાવ્યા બાદ આ જાહેરાત કરી હતી. ૪૧ વર્ષીય મોહમ્મદ હાફીઝે ૨૦૦૩માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ વનડે મેચ રમી હતી. તેણે ૨૦૦૩માં બાંગ્લાદેશ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ પણ રમી હતી. ૧૮ વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં, હાફિઝે પાકિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે ૧૦૫ ટેસ્ટ મેચોમાં ૩૬૫૨ રન બનાવ્યા. મોહમ્મદ હફીઝે ૨૧૮ વનડેમાં ૬૬૧૪ રન બનાવ્યા છે. ૨૦૦૬ માં ટી ૨૦માં ડેબ્યૂ કરનાર મોહમ્મદ હફીઝે તેની છેલ્લી મેચ ટી ૨૦ વર્લ્‌ડકપ ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેણે ૧૧૯ ટી ૨૦ મેચોમાં ૨૫૧૪ રન બનાવ્યા, અને ૬૧ વિકેટ લીધી. જણાવી દઇએ કે, હાફિઝ પાકિસ્તાનનો એકમાત્ર એવો ખેલાડી છે, જેણે એક ્‌૨૦ વર્લ્‌ડકપ સિવાય ૬ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. તે ૨૦૦૯ ટી ૨૦ વર્લ્‌ડકપમાં ટીમનો ભાગ નહોતો.
ત્યારબાદ પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું. હાફિઝે ૨૦૧૨ વર્લ્‌ડ ટી ૨૦ સેમિફાઇનલમાં પણ પાકિસ્તાનનું નેતૃત્વ કર્યું હતું. ૨૦૧૪માં જ્યારે પાકિસ્તાનની ટીમ ્‌૨૦ વર્લ્‌ડકપનાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી ત્યારે હાફિઝ ટીમનો કેપ્ટન હતો. આ પહેલો પ્રસંગ હતો જ્યારે પાકિસ્તાન ટી ૨૦ વર્લ્‌ડકપની સેમી ફાઇનલમાં નહોતું પહોંચ્યું. તેણે કેપ્ટન તરીકે ૨૯માંથી ૧૮ ટી ૨૦ જીતી છે. જ્યારે ૧૧ માં હાર થઇ છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો હફીઝે પાકિસ્તાન ટીમ માટે ૫૫ મેચ રમી છે અને ૧૦ સદીની મદદથી ૩૬૫૨ રન બનાવ્યા છે. આ સિવાય હફીઝે આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં ૫૩ વિકેટ પણ લીધી છે. તેણે ૨૦૦૩માં બાંગ્લાદેશ સામે તેની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમી હતી. વનડે કેરીયર પર નજર કરીએ તો મોહમ્મદ હફીઝે ૨૧૮ વનડેમાં ૧૧ સદીની મદદથી ૬૬૧૪ રન બનાવ્યા છે અને ૧૩૯ વિકેટ પણ લીધી છે. હફીઝે ૨૦૦૩માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ વનડે રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.