ઉ. પ્રદેશમાં નહીં લાગે વીકેન્ડ કરફ્યૂ : મુખ્યમંત્રી

13

યોગીની બેઠક બાદ નવી ગાઈડલાઈન જાહેર થઈ : યુપીમાં કોરોનાના વધતા કેસ જોતા સીએમ યોગી આદિત્યનાથ વહીવટીતંત્રને જરૂરી દિશા નિર્દેશ આપી દીધા છેષ્ઠ
લખનૌ,તા.૫
યુપીમાં કોરોનાના વધતા કેસ જોતા સીએમ યોગી આદિત્યનાથ વહીવટીતંત્રને જરૂરી દિશા નિર્દેશ આપી દીધા છે. સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં હાલ વીકેન્ડ કરફ્યૂ લાગશે નહીં. ટીમ-૯ સાથે સીએમ યોગીએ રાજ્યમાં કોરોનાના વધતા કેસોની સમીક્ષા કરી અને જરૂરી પગલાં ભરવા માટે નિર્દેશ આપ્યા. બેઠકમાં કોરોના પ્રોટોકોલનું કોઈ પણ સંજોગોમાં પાલન કરાવવા પર ભાર રહ્યો. જેમાં કહેવાયું કે ગભરાવવાની કે પરેશાન થવાની જરૂર નથી પરંતુ સતર્કતા અને સાવધાનીની જરૂર છે. લોકોને માસ્ક અને રસી લેવાનું તથા સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પ્રેરિત કરવાનું કહેવાયું. યુપીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખ ૬૬ હજાર ૩૩ સેમ્પલનું પરીક્ષણ કરાયું જેમાંથી કુલ ૯૯૨ નવા સંક્રમિતોની પુષ્ટિ થઈ. આ સમય દરમિયાન ૭૭ લોકો રિકવર પણ થયા. રાજ્યમાં હાલ ૩૧૭૩ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. ખાનગી અને સરકારી તમામ શાળાઓમાં મકર સંક્રાંતિ સુધી ધોરણ ૧૦માં સુધી રજાઓ જાહેર કરવામાં આવે. આ સમયગાળામાં તેમનું રસીકરણ ચાલુ રહેશે. જે જિલ્લાઓમાં ૧૦૦૦થી વધુ કોવિડ કેસ હશે ત્યાં જીમ, સ્પા, સિનેમાહોલ, બેન્ક્‌વેટ હોલ, રેસ્ટોરન્ટ વગેરે જાહેર સ્થળોને ૫૦ ટકા ક્ષમતા સાથે સંચાલિત કરાશે. લગ્ન સમારોહ અને અન્ય આયોજનોમાં બંધ સ્થાનોમાં એક સમયે ૧૦૦થી વધુ લોકોને મંજૂરી નહીં રહે. ખુલ્લા સ્થળો પર ગ્રાઉન્ડની કુલ ક્ષમતાની ૫૦ ટકાથી વધુ લોકોની હાજરીને મંજૂરી નહીં. નાઈટ કરફ્યૂ રાતે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી લાગૂ રહેશે. આ વ્યવસ્થા ૬ જાન્યુઆરી ગુરુવારથી પ્રભાવી રહેશે. બેઠકમાં કહેવાયું કે નિગરાણી સમિતિ અને ઈન્ટીગ્રેટેડ કોવિડ કમાન્ડ સેન્ટરને સંપૂર્ણ રીતે સક્રિય કરવામાં આવે. ગામડાઓમાં પ્રધાનના નેતૃત્વમાં તથા શહરી વોર્ડમાં કોર્પોરેટરોના નેતૃત્વમાં નિગરાણી સમિતિઓ એક્ટિવ રહે. ઘરે ઘરે સંપર્ક કર્યા વગર રસીકરણ માટે લોકોને ચિન્હિત કરવામાં આવે. તેમની સૂચિ જિલ્લા પ્રશાસનને આપવી. જરૂરિયાત મુજબ લોકોને મેડિસિન કિટ ઉપલબ્ધ કરાવવામાં આવે. કોવિડની સારવારમાં ઉપયોગી જીવનરક્ષક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે. પ્રયાગરાજ માઘ મેળા’માં આવનારા શ્રદ્ધાળુઓ માટે ૪૮ કલાક પહેલાનો કોવિડ આરટીપીસીઆર નિગેટિવ રિપોર્ટ જરૂરી કરવામાં આવે. મકર સંક્રાંતિ સુધી યુપીમાં ૧૦માં ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ રહેશે.