ભાવનગર જિલ્લામાં આજે ૪૦ નવા કોરોનાના કેસ નોંધાતા ફફડાટ ફેલાયો

330

શહેરમાં ૧૪૩ અને ગ્રામ્યમાં ૧૧ દર્દીઓ મળી કુલ ૧૫૪ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે સર્વત્ર ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ ૪૦ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૩૮ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૩ પુરુષનો અને ૧૫ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં પણ ૨ કેસ નોંધાયા હતા જેમાં ૧ પુરુષનો અને ૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૧૪૩ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૧ દર્દી મળી કુલ ૧૫૪ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૬૭૬ કેસ પૈકી હાલ ૧૫૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૦ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleપ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યજ્ઞ અને પ્રાર્થના કરવામાં આવી
Next articleસરકારી વિનયન કોલેજ ભેસાણમાં રંગોળી સ્પર્ધા યોજાઈ