ભાવનગર શહેર-જિલ્લામાં સતત વધી રહેલ કોરોના સંક્રમણને પગલે શિક્ષકો, વાલીગણમાં ચિંતા પ્રસરી

24

દેશ સાથે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની ત્રીજી લહેર સર્વત્ર હાવી બની રહી છે. ત્યારે રાજ્યના અન્ય મહાનગરો સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં પણ કોવિડ સંક્રમિતોની સંખ્યા દરરોજ વધી રહી છે. ત્યારે સૌથી મોટી મૂંઝવણ વાલીવર્ગને થઈ રહી છે ઓફલાઇન શિક્ષણકાર્ય માંડ માંડ થાળે પડ્યું છે એવા સમયે અનેક મહાનગરોમાં આવેલી સ્કૂલોમાં પ્રાથમિક ધોરણમાં અભ્યાસ વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નિશ્ચિત પણે આગામી દિવસોમાં પણ સંક્રમણનું વધશે. આથી આવી પરિસ્થિતિમાં ધોરણ નવમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીં એ સવાલથી વાલીઓ મનોમન મૂંઝાઈ રહ્યાં છે. ભાવનગર શહેરમાં કોરોનાની ત્રીજી લહેરના આરંભે જ ચાર-પાંચ સ્કૂલના બાળકો સંક્રમિત થયાં છે, પરંતુ દરરોજ કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ચોક્કસ થઈ રહ્યો છે. તાજેતરમાં શહેર-જિલ્લામાંથી કુલ મળી આ ત્રીજી વેવના સૌથી વધુ એવાં 40 કેસો નોંધાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દરરોજ વધતાં કેસને પગલે લોકોમાં પણ ભય સાથે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય હજું પણ શરૂ છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે નિર્ણય લીધો નથી, પરંતુ ગત 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓને વેક્સિનેશનના કવચથી રક્ષિત કરવાના મહાઅભિયાનનો આરંભ થયો છે, પરંતુ આ અભિયાન અંતર્ગત સગીર વયના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ સુરક્ષિત થશે, પરંતુ 15 વર્ષથી ઓછી વયનાં વિદ્યાર્થીઓ માટે શું? આ બાળકોને ત્રીજી લહેરથી સુરક્ષિત કેવી રીતે રાખવા આ સવાલો આગળ ખુદ તંત્ર પણ નિર ઉત્તર છે. પરિણામે વ્હાલસોયા વિદ્યાર્થીઓને મહામારીની ઉની આંચ ન આવે એ માટે હાલમાં વાલીઓ સતત ચિંતામાં જોવા મળી રહ્યાં છે. ઓફલાઈન શિક્ષણ શરૂ છે જ પરંતુ જો વાલીઓ મહામારીના ભય ને પગલે પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરે તો અભ્યાસ સાથે કેરીયર દાવ પર લાગે અને જો મોકલે તો મહામારીથી સંક્રમિત થવાની ભીતિ આમ “સૂડી વચ્ચે સોપારી” જેવી પરિસ્થિતિમાં ફસાયેલ વાલીઓ સરકાર તથા શિક્ષણ વિભાગ પર પ્રેશર લાવી સંભવિત સંક્રમણના ખતરાને ટાળવા ફરી ઓનલાઈન શિક્ષણની હિમાયત કરી રહ્યાં છે. આ અંગે પ્રાથમિક શાળાના આચાર્ય હરેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યું હતું જણાવ્યું હતું કે, અમે નથી ઈચ્છતા કે ત્રીજી લેહર આવે, કોરોનાની ત્રીજીમાં બાળકોની સ્વાસ્થયને લઈ ચિંતા છે, જેને કારણે છેલ્લા 5-7 દિવસથી કોરોનાના કેસોમાં વધારો થતાં શાળાએ બાળકોની સંખ્યામાં ઘડાડો નોંધાયો છે. વાલીઓમાં પણ થોડા અંશે ચિંતા પ્રસરી છે કે બાળકોને શાળાએ મોકલવા કે નહીં.