ઉત્તરાયણમાં પતંગ ચગાવવા મોંઘા પડશે, આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં ૩૦ ટકા જેટલો વધારો

90

મટીરિયલના ટેક્સમાં વધારો તેમજ કોરોનાને લીધે અસર પતંગ-દોરી બનાવવાની મજૂરી વધતા ભાવ વધારો થયો
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હજુ પણ જાણે પહેલા જેવો માહોલ જામ્યો નથી. જે પાછળ કોરોના વાયરસના વધી રહેલા કેસો જવાબદાર છે કે પછી વધતી જતી મોંઘવારી? આ વખતે પતંગ-દોરીના ભાવમાં વધારો થયો હોવાનું એક ન્યૂઝ રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે. મતલબ કે આ વખતે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા મોંઘા પડી શકે છે. રિપોર્ટ મુજબ, પતંગ રસિકોને આ વખતે ઉત્તરાયણમાં પતંગ-દોરી માટે ૩૦% વધારે કિંમત ચૂકવવી પડશે. પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાના પગલે પતંગ-દોરીની કિંમત વધી ગઈ છે. મળતી માહિતી મુજબ, પતંગ-દોરીના ભાવમાં વધારો થતા તેની અસર પતંગ-દોરી બજાર પર પડી છે. પતંગ-દોરી બજારમાં ખરીદીનો માહોલ તો જામ્યો છે પણ આ વર્ષે પતંગ-દોરીમાં ભાવ વધારાના કારણે લોકો ઓછી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં ૩૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, મટીરિયલના ટેક્સમાં વધારો તેમજ કોરોનાને કારણે અસર પડી છે. મટીરિયલની સાથે-સાથે પતંગ-દોરી બનાવવાની મજૂરી વધતા પણ ભાવ વધારો થયો છે. ગત વર્ષે જે ૧ હજાર વાર દોરી રૂપિયા ૧૬૦માં મળતી હતી તે દોરીનો ભાવ આ વર્ષે ૨૦૦ રૂપિયા સુધી પહોંચ્યો છે. ત્યારે પતંગના ભાવમાં પણ ૩૦ ટકા ઉપરનો વધારો થયાનું વેપારી જણાવી રહ્યા છે. પતંગ-દોરીના ભાવ વધતા વેપારીઓએ ઓછો સ્ટોક કર્યો છે. બીજી બાજુ દોરી રંગાવવા સહિતની મજૂરીમાં પણ ભાવ વધારો થયો તેમજ કોરોનાને કારણે કારીગરો ઓછા થતાં પણ તેની અસર જોવા પતંગ-દોરી માર્કેટ પર જોવા મળી રહી છે. ગત વર્ષે ૨૦ પતંગના સેટની કિંમત રૂપિયા ૮૦થી ૧૦૦ હતી. જેના માટે આ વર્ષે હવે રૂપિયા ૧૩૦થી ૧૫૦ ચૂકવવા પડશે. ચીલ પતંગની એક કોડીની કિંમત ગત વર્ષે રૂપિયા ૬૦થી ૭૦ હતી, જેની કિંમત આ વખતે રૂપિયા ૮૦થી ૧૨૦ થઈ ગઈ છે. આ વર્ષે ૧ કોડી એટલે કે ૨૦ પતંગની કિંમત રૂપિયા ૧૦૦ અને તેથી વધુ હોવાનું જાણવા મળે છે. ૧ હજાર વારની ફીરકીની કિંમત ગત વર્ષે રૂપિયા ૧૫૦ આસપાસ હતી. આ વર્ષે તેના માટે રૂપિયા ૨૦૦થી વધુ ચૂકવવા પડશે. પતંગની ખરીદી અને દોરી રંગાવવા માટે આવનારા લોકોનું પ્રમાણ હજુ પણ સાધારણ જોવા મળી રહ્યું છે. જોકે આગામી અઠવાડિયામાં પતંગ-દોરીના વેચાણમાં વધારો થશે તેવી વેપારીઓને આશા છે. વધુ મળતી માહિતી મુજબ, પતંગ બનાવવા માટે જરૂરી કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતા પતંગની કિંમત આ વખતે ૩૦% સુધી વધી ગઈ છે. ઉપરાંત કોરોનાને કારણે ઉત્તરાયણમાં આ વખતે પતંગનું વેચાણ કેવું રહેશે તે લઈને પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ દોરી રંગાવાની કિંમતમાં પણ વધારો થયો છે.