પક્ષી ઇસ ઈન કેજ(પીંજરું) અને પેપર ઇસ લીકેજ

84

સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે, જે વસ્તુ સારી અને શ્રેષ્ઠ હોય છે એને ખૂબ જ માવજત રાખીને તેની સાર સંભાળ રાખવામાં આવે છે. આઝાદ હિન્દ ભારત દેશમાં દરેકને પોતાની ઈચ્છા અનુસાર જીવવાનો અધિકાર છે. લોકોને અલગ અલગ કુદરતી સૌંદર્ય અથવા તો ઈશ્વરની દેન એવા પશુ પંખી સાથે ગાઢ પ્રેમ હોય છે. કોઈકને મોર તો ચકલી, બગલો કે માછલી, કૂતરો કે કોયલ, પોપટ કે બિલાડી, સાપ કે પછી હાથી, ઘોડો કે સસલું જેમ માણસે માણસે વિચાર અલગ હોય એમ સમગ્ર વિશ્વમાં અનેક પશુ પ્રેમી લોકો છે જે આજે પણ પોતાના ઘરમાં એક વ્યક્તિ જેટલું જ સ્થાન તેઓ જે પશુ કે પંખીને ચાહે છે તેને આપે છે પણ છેલ્લે તો એને ૪ દીવારની અંદર એક રૂમ અથવા તો પિંજરામાં પુરીને તેને કેદ કરી બંધક બનાવી દે છે. અરે એની માવજત પણ એટલી સરસ કરે છે કે એમનું પૉટી સાફ જાતે કરે છે અને વૃદ્ધ મા-બાપ માટે સ્પેશ્યિલ બાઈ કે નર્સ રાખે છે. આ તો થઇ વાત પ્રકૃતિ સૌંદર્યની પણ આજકાલ દેશમાં જે ભયંકર રોગ ફેલાયો છે તેનું શું ???? ના.. ના હું ઓમીક્રોનની કે કોરાનાની વાત નથી કરી રહ્યો, હું વાત કરું છુ પેપરકાંડની, હા પેપરકાંડ, લગભગ સહુ કોઈ જાણતા જ હશો કે છેલ્લા ૨ અઠવાડિયાથી દિવાળીના ફટાકડા દ્વારા જેટલો અવાજ નથી ફેલાવામાં આવ્યો એનાથી ઘણો મોટો અને શોકજનક નાદ આપણા રાજ્યમાં ફેલાઈ રહ્યો છે. શું આ જ રીતે જો શિક્ષણનો વેપલો થતો હોય તો બંધ કરી દો સ્કૂલ અને કોલેજો, કેટલાક મહેનતુ વિદ્યાર્થી જે પોતાની એડી ચોટીનું દમ લગાડી દે છે સારા માર્ક્‌સએ ઉતીર્ણ થવા, ત્યારે રાજ્યમાં મા સરસ્વતીનો વેપલો થાય છે . અરે, શાસ્ત્ર પણ કહે છે કે જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી આવેજ છે તો પછી આવા ગોરખ ધંધા શેના ???? રોજ કોઈ નવા કાંડ, આ માંડ્યું છે શું ??? એક પતે નહિ ત્યાં બીજું ખરેખર સરકાર શું કરવા માંગે છે એ જનતાને ખબર પાડવી જોઈએ. આ તો પૈસા ફેક તમાશા દેખ જેવું રોજે રોજ નવી ફિલમ જોવા મળે છે. આ ફિલમ સાથે વિપક્ષ પણ પોતાના રોટલા શેકવામાં બાકી નથી રહ્યું, ખોટા અને દંભ દેખાવ કરીને લોકો આંદોલન અને ઉપવાસ કરે છે પણ તમારી પોહોચ તો છેક સુધી છે તો કરોને કંઈક. શિક્ષણ મંત્રી પણ જવાબ આપી નથી રહ્યા અને ગૃહ મંત્રી પોતાની એડી ચોંટીનું દમ લગાડે છે આ તો એવું થયું એક સાંધે ત્યાં ૧૩ તૂટે, બિચારા ગૃહ મંત્રી જાય તો જાય ક્યાં ??? ખરેખર આપણે બધા જે રોજ આ પિક્ચરને બેઠા બેઠા જોઈ રહિયા છીએ તેના માટે આ ચેતવણી છે સાહેબ, સ્વામી વિવેકાનંદ કેહતા એમ ઉઠો અને જાગો નહિ તો આવનારી કાલ આના કરતા ભયંકર અને દર્દનાક હશે. અંતે ફરી મારા શબ્દો પર પાછા ફરતા આજનો ફરી એક કટાક્ષ અને સત્યતા ધરાવતા આ લેખના અંતે એટલુંજ કહીશ હે માનવી, તું કોને બનાવે છે મૂર્ખ, આપે છે ભગવાનને રિશ્વત કે કરજે મારો રંજ દૂર, પક્ષીને રાખે છે તું કેદ કરીને કેજમાં અને કરે છે ભણતરના ભાગ્યને લીકેજ, ગોતવો ક્યાંથી આનો પ્લમ્બર મારે, જે મારે આ લીકેજને થીગડું, ભાવ કહે છે ભગવાનને હે ઈશ્વર ઉપાડી લે તું આ થીગડાંનું બીડું. ધન્યવાદ, હૈદરાબાદ ચાલો ખાઈએ ખાજા જઈને અમદાવાદ. સહુને ઠંડીના રામ, સ્વેટર સાલને સીતારામ, મુફલર મોજાને હર હર મહાદેવ અને છેલ્લે છેલ્લે જિન્સ તેમજ જેકેટને જય જિનેન્દ્ર.
ભાવિક બી. જાટકીયા
સુરત- ૮૪૬૦૮૮૫૯૫૪

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબાળ મિત્રો, મોબાઈલનો ઉપયોગ સમજી વિચારીને કરજો