બાળ મિત્રો, મોબાઈલનો ઉપયોગ સમજી વિચારીને કરજો

83

આજના યુગમાં એક બાજુ ટેકનોલોજી માનવજીવન માટે આશીર્વાદરૂપ બની રહી છે, ત્યારે બીજી બાજુ ટેકનોલોજીનો અયોગ્ય ઉપયોગ સમાજ માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. પહેલાના સમયમાં બાળકોને રમવા માટે રમકડાં આપવામાં આવતા. રમકડાંને આધારે જીવનના પાઠ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો બાળકોને શીખવાડવામાં આવતા.
રમકડાંથી શરીરને વ્યાયામ મળતો અને મગજનો પણ યોગ્ય પ્રમાણમાં વિકાસ થતો. હાલમાં મોબાઈલ અને ઈન્ટરનેટ ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે આ બધી જ વસ્તુઓ છિનવાઈ રહી છે. તાજેતરના પ્રાપ્ત થયેલા અભ્યાસ અનુસાર દર ૧૦માંથી ૮ બાળકો મોબાઈલમાં ગેમ રમવાનું વધુ પસંદ કરે છે બાળકો ૩ થી પ કલાક મોબાઈલ ગેમ પાછળ વ્યતીત કરે છે. બાળોક સૌથી વધારે રેસિંગ અને મારઝૂડ આધારિત ગેમો પસંદ પડે છે. પરંતુ તેમાં ફાયદો ઓછા અને ગેરફાયદા વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો શિક્ષકે અને વાલીએ આ સંદર્ભે બાળકોને સમજ આપવી અત્યંત જરૂરી છે. હા, ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે, પરંતુ કેટલો અને કેટલા સમય માટે કરવો તે બાબતનું બાળકોને જ્ઞાન આપીને તેમને આ આધુનિક ઈ-વ્યસનથી અવગત કરાવીને તેમના ભવિષ્યને યોગ્ય દિશા સૂચવી શકાય છે. ગેરફાયદા વ્યવહાર- વર્તનમાં અસર : બાળકોના વ્યવહાર અને વર્તનમાં પરિવર્તન જોવા મળે છે. બાળકો ચૂપચાપ બેસવાનું વધારે પસંદ કરે છે. પોતાના જ વિચારોમાં વધારે પડતા ખોવાઈ જાય છે. માતા પિતા સાથેના વ્યવહારોમાં ચીડિયાપણું અને ઝઘડા જોવા મળે છે. બાળક વધારે પડતું જિદી થઈ જાય છે, બાળકોની વિચારવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય છે અને તેની સૌથી મોટી અસર તેની યાદશક્તિ પર પડે છે .બાળક માનસિક રોગી પણ બની શકે છે. અભ્યાસકીય અસર : બાળકોના અભ્યાસ ઉપર વિપરીત પ્રકારની અસર જોવા મળે છે. બ્ ા ા ળ ક ા ે અભ્યાસમાં પાછળ પડે છે. બાળકોની યાદશક્તિમાં ઘટાડો થાય છે. બાળકોની વિચારશક્તિમાં પણ ઘટાડો થાય છે, સાથે જ બાળકોની તર્કશક્તિ પૂરેપૂરી ખીલી શકતી નથી. બાળકોની કારકિર્દી શરૂ થતાં પહેલાં જ તેના ઉપર પૂર્ણવિરામ પણ લાગી શકે છે. શારીરિક પરિવર્તન : બાળકોના શારીરિક દેખાવમાં પરિવર્તન જોવા મળે છે. કાંતો વજન વધે છે અથવા તો ઘટે છે. આંખોને પણ મોટું નુકસાન થાય છે જેમાં દ્રષ્ટિ ઓછી થતી અથવા અંધાપો આવવો એવી સમસ્યા જોવા મળે છે. શરીરમાં પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. બેક પેઈન તેમજ ટેનિસ એલ્બો જેવી બીમારી પણ થાય છે. બાળકોમાં પેન્સિલ કે પેન પકડવાની સમસ્યા લાંબે ગાળે જોવા મળે છે. બાળક વર્ચ્યુઅલ દુનિયામાં જીવે છે : બાળક વધુ પડતો સમય જો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર વિતાવે તો તે રિયલ જિંદગીમાં પણ વર્ચ્યુઅલ બની જાય છે. જેને કારણે એને બધા જ ક્ષેત્રમાં ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડે છે. ફાયદા : ફાયદા જોવા જઈએ તો બહુ મર્યાદિત છે કારણ કે દર હજારમાંથી એક જ બાળક માત્ર ફેન્ટસી ગેમોમાં પોતાનું કેરિયર ડેવલોપ કરી આર્થિક ઉપાર્જન કરી શકે છે.
બાકીના બાળકો માબાપના રૂપિયા જ વેડફે છે. ગેમમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવનાર બાળકને સ્પોન્સરશિપ મળે છે, પણ જે માત્ર ૧ લાખ બાળકોમાંથી એક બાળકને મળે છે. શું ધ્યાન રાખવું : બાળકોને સમજ આપવી જોઈએ કે સેલફોનથી તેમને કેટલુ નુકસાન થઈ શકે છે. સેલફોનનો ઉપયોગ ચોકકસ સમય પૂરતો જ અને મર્યાદિત કરવો જોઈએ. બાળકો રાત્રે બેડરૂમમાં મોબાઈલથી અલગ રહે, તેનું પણ તેમણે સૂચન અને ધ્યાન દોરવું જરૂરી છે. વાયરયુક્ત હેન્ડસફીનો ઉપયોગ કરે તેવી ટેવ કેળવવી જોઈએ. તેમજ ઉપયોગ દરમ્યાન મોબાઈલ અને આંખ વચ્ચે નિયત અંતર રાખવું જોઈએ.