ભાવનગર જિલ્લામાં આજે ૧૦૯ કોરોનાના કેસ નોંધાતા હાહાકાર

89

૪ નર્સિંગ સ્ટાફ, ૨ વિદ્યાર્થીઓ, વધુ એક ડોક્ટર, એક્સલ કંપનીનો વર્કર, હોટલનો એક સ્ટાફ, એસબીઆઈનો એક કર્મચારી કોરોનાની ઝપેટમાં : શહેરમાં ૩૪૬ અને ગ્રામ્યમાં ૪૭ દર્દીઓ મળી કુલ ૩૯૩ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં આજે ૧૦૯ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૯૮ નવા કેસ નોંધાયા હતા જેમાં ૫૪ પુરુષનો અને ૪૪ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૭ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૧૧ કેસ નોંધાયા હતા જેમાં ૭ પુરુષનો અને ૪ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં એક દર્દી કોરોનાને માત આપી હતી,જે શહેરમાં ૯૮ કેસ નોંધાયા છે તેમાં સર ટી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ૪, ડોક્ટર ૧, ઍક્સેલ કંપનીનો વર્કર ૧, એસબીઆઈ નિલમબાગ નો કર્મચારી ૧, હોટલ સુમેરુનો એક સ્ટાફ, ફાતિમા કોન્વેન્ટમાં ઘોરણ ૬ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, જ્ઞાનમંજરી શાળાનો ઘોરણ ૧૨ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, એસ ટી વર્કશોપ તળાજા વર્કર સહિત કોરોનાની ઝપડેમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા,આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૩૪૬ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૪૭ દર્દી મળી કુલ ૩૯૩ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૯૨૩ કેસ પૈકી હાલ ૩૯૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૦ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleકે.આર.દોશી કોલેજ ખાતે ૧૫મો કિડની નિશુલ્ક કેમ્પ યોજાયો
Next articleતૈયાર ચિકી અને વિવિધ પાકના વધતા ચલણને કારણે શિંગ-દાળીયા-મમરાના લાડવાનું વેચાણ