કે.આર.દોશી કોલેજ ખાતે ૧૫મો કિડની નિશુલ્ક કેમ્પ યોજાયો

76

સર્વમિત્ર (કે.આર દોશી ટ્રસ્ટ) ભાવનગરમાં કિડની દર્દીઓનું સર્વાંગ પણે કામ કરતુ ટ્રસ્ટ છે. તેના ઉપક્રમે સ્વ. ચીમનલાલ કાળીદાસ દોશી (સાધના ચા પરિવાર)ના પુણ્ય સ્મરણે કિડનીના તમામ રોગો માટેનો સાતત્ય પૂર્ણ ૧૫મો નિશુલ્ક કેમ્પ આજરોજ ૯ને રવિવારના રોજ કે.આર.દોશી કોલેજ, ભાવનગર ખાતે યોજાયો હતો.કે.આર.દોશી કોલેજ ખાતે કેમ્પમાં ૪૦ જેટલા દર્દીઓ એ કેમ્પનો લાભ લીધો તેમજ મેડિકલ અને ટ્રાન્સપ્લાન્ટ, ફિષચૂલાં, ડાયેટ, અને અન્ય જરૂરી બાબતોનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ કેમ્પ માત્ર કેમ્પ નથી રહેતા પણ દર્દીઓ સાથે સતત સંપર્કમા રહી દર્દીઓ અને પરિવારની જરુરી તમામ બાબતમા મદદ કરવા સર્વમિત્ર કે આર દોશી ટ્રસ્ટ, પ્રમુખ અમર આચાર્ય, મંત્રી કેતન પંડયા સેવાર્થી નેફ્રોલોજિસ્ટ ડોકટર નીલવ શાહ તથા તેમની ટીમ અને સર્વમિત્ર ટીમ કટિબદ્ધ રહે છે.નાના યુવાન દર્દીઓ દેશ અને સમાજ માટે ભાર રૂપ બને નહિ તે માટે તેમના ટ્રાન્સપ્લાન્ટ કરાવી તેમને નોર્મલ જીવન આપવા ટીમ સર્વ મિત્ર કટી બદ્ધ છે. તે માટે દાતાઓને મદદરૂપ થવા અપીલ છે,ભાવનગર અને આસપાસના લોકો આ ટ્રસ્ટનો વધુમાં વધુ લાભ લે તેવો અનુરોધ છે.