BMC દ્વારા 81 મિલ્કતો ટાંચમા લઈ જપ્ત કરી

7

59 આસામીઓએ 24 લાખનો વેરો ભર્યો એક દિવસમાં 33 લાખની આવક થઈ
ભાવનગર મહાનગરપાલિકા ના ઘરવેરા વિભાગની અલગ-અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી સાંજ સુધીમાં 81 મિલ્કતો જપ્ત કરી હતી દરમ્યાન 59 મિલ્કત ધારકોએ 24 લાખનો વેરો ભરપાઈ કરી પોતાની મિલ્કતોના સીલ ખોલાવ્યા હતાં. સોમવારે સપ્તાહની શરૂઆત સાથે જ બીએમસી ના ઘરવેરા વિભાગની અલગ અલગ ટીમો મેદાને ઉતરી હતી દરમ્યાન લાંબા સમયથી ઘરવેરો ન ભરનાર 81 આસામીઓની મિલ્કતો જપ્ત કરી સીલ માર્યાં હતાં દરમ્યાન 59 બાકીદારોએ 24 લાખ રૂપિયા વેરાપેટે ભરપાઈ કરતાં ટીમે આ આસામીઓના સીલ ખોલી નાખ્યા હતા આજે સવારથી સાંજ સુધીમાં ઘરવેરા વિભાગને 33 લાખની આવક થવા પામી હતી.