હથિયાર સાથે નવ ઇસમોને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ

959

ગુજરાત રાજયમા લોકસભા સામાન્ય ચુંટણી અન્વયે આચાર સંહીતા અમલમા હોય લોકસભા ચુંટણીમા નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તેમજ રામનવમી તથા મહોરમના તહેવાર આવતા હોય જેથી લોકોની સુખાકારી સારૂ નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી તથા કે.જે.ચૌધરીના.પો.અધિ સાવરકુંડલાનાની સુચના અનુસંધાને પો.સબ ઇન્સ આર.યુ.ધામા એ.એસ.આઇ ડી.ડી.ગોંડલીયા પો.કોન્સ રાજેંદ્રસિંહ વાઘેલા હરપાલસિંહ સરવૈયા પો.સ્ટાફના માણસો વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન હકીકત મળેલ કે હાજીપીરથી કેટલાક યાત્રી આવતા હોય જેમા અમુક ઇસમો પાસે ગે.કા.ઘાતક હથીયારો હોય જેથી હકીકત આધારે જયરાજ ટ્રાવેલ્સ રજી વાળી બસને ચેક કરતા ૦૯ યાત્રીક ઇસમો જેમાં રમજાનશા કુરબાનશા પઠાણ ઉ.વ.૬૩, હનીફશા રજબશા ચૌહાણ ઉ.વ.૩૩, હારૂનશા ભીખુશા કનોજીયા ઉ.વ.૨૨, તૌફીક ભુપતભાઇ જેઠવા ઉ.વ.૨૮, નુરશા હુસેનશા સૈયદ, નજીરશા યુનસશા પઠાણ ઉ.વ.૨૩, મુરાદશા રમજાનશા પઠાણ ઉ.વ.૨૦, વલીશા બાપુશા સુમરા ઉ.વ. ૫૦, દાદભાઇ કાસમભાઇ ચોટલીયા ઉ.વ.૭૦ ઘાતક હથિયારો તલવાર-૧૩ મોટી ગુપ્તી-૦૨ નાની ગુપ્તી-૦૧ કુકરી -૦૧ છરી-૦૫ મ્યાન વાળી છરી-૦૨ એમ કુલ ૨૪ ઘાતક હથીયારો સાથે મળી આવાત અટકાયત કરાઇ હતી.

Previous articleમોરારીબાપુના લઘુબંધુ ટીકાબાપુનો દેહવિલય
Next articleમહાપાલીકા દ્વારા ઝીંકવામાં આવેલ યુઝર્સ ચાર્જ સામે વેપારીઓમાં રોષ